Viral Video/ આ Dog નો સ્ટન્ટ જોઇ તમે પણ રહી જશો દંગ, વિજળીનાં તાર પર કરી રહ્યો છે Walk

સોશિયલ મીડિયામાં અવાર-નવાર એવા વીડિયો જોવા મળી જાય છે, જેને જોઇને આપણે ચોંકી જઇએ છીએ. ઘણા એવા દ્રશ્યો તમને જોવા મળી જતા હોય છે કે, જેની તમે ક્યારે કલ્પના પણ કરી ન હોય.

Videos
1 77 આ Dog નો સ્ટન્ટ જોઇ તમે પણ રહી જશો દંગ, વિજળીનાં તાર પર કરી રહ્યો છે Walk

સોશિયલ મીડિયામાં અવાર-નવાર એવા વીડિયો જોવા મળી જાય છે, જેને જોઇને આપણે ચોંકી જઇએ છીએ. ઘણા એવા દ્રશ્યો તમને જોવા મળી જતા હોય છે કે, જેની તમે ક્યારે કલ્પના પણ કરી ન હોય. આવો જ એક વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video / યુટ્યુબરે ગેસનાં ફૂગ્ગામાં બાધી કૂતરાને ઉડાવ્યો, વીડિયો વાયરલ થતા પોલીસે કરી ધરપકડ

તમે કલાકારોને સર્કસમાં દોરડા પર ચાલતા બહુ જોયા હશે, પરંતુ અમે તમને બતાવવા જઇ રહ્યા છીએ તે દ્રશ્ય કોઈ સર્કસનો નથી. વીડિયોમાં એક શેરીનો કૂતરો જોવા મળી રહ્યો છે, આશ્ચર્યજનક બાબત એ છે કે આ શેરીનો કૂતરો રસ્તા પર નહી પરંતુ આકાશમાં લટકતા ઇલેક્ટ્રિક વાયર પર ચાલતો નજરે પડે છે. આ ઇલેક્ટ્રિક વાયર પર ચાલતા કૂતરાનો વીડિયો સૌને આશ્ચર્યમાં મુકી રહ્યો છે. સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે, આ કૂતરો આટલી ઉંચાઇએ ઇલેક્ટ્રિક વાયર સુધી કેવી રીતે પહોંચ્યો? 13 સેકન્ડનો આ વીડિયો અત્યાર સુધી ટ્વિટર પર લાખો વખત જોવામાં આવ્યો છે. તે પણ આશ્ચર્યજનક છે કે કૂતરો આ વાયર પર ઉભો રહીને કેવી રીતે તેનું સંતુલન જાળવવામાં સક્ષમ થયો છે. આ વીડિયો જોઈને, ટ્વિટર યૂઝર્સ ઘણી બધી ટિપ્પણીઓ કરી રહ્યાં છે. ઘણા લોકોએ કૂતરાની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. એક યૂઝર્સે લખ્યું – “હું જાણવા માંગુ છું કે આ કૂતરો ત્યાં કેવી રીતે પહોંચ્યો અને શું કોઈએ તેને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધો છે ખરા?” જો કે, આ સવાલનો જવાબ કોઈની પાસે નથી.

https://twitter.com/fred035schultz/status/1398322153762787330?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1398322153762787330%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Fzara-hatke%2Fdog-walking-on-electric-wire-people-shocked-see-viral-video-2454561

બીજા યૂઝર્સે લખ્યું – “શું આ બેટમેનનો કૂતરો છે જે બેટની જેમ ઇલેક્ટ્રિક વાયર સુધી પહોંચ્યો છે.” કેટલાક લોકો આ કૂતરાને ‘સુપર ડોગ’ પણ કહી રહ્યા છે. આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે વિશે કોઈ માહિતી નથી. તો આ કૂતરાનું શું થયું? શું બચાવ ટીમ તેને સુરક્ષિત રીતે નીચે ઉતારી શકી? આ કૂતરો ઇલેક્ટ્રીક વાયર સુધી કેવી રીતે પહોંચ્યો? આવા ઘણા પ્રશ્નો છે જે અનુત્તરિત રહ્યા છે.

https://twitter.com/fred035schultz/status/1398322153762787330?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1398322153762787330%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Fzara-hatke%2Fdog-walking-on-electric-wire-people-shocked-see-viral-video-2454561

kalmukho str આ Dog નો સ્ટન્ટ જોઇ તમે પણ રહી જશો દંગ, વિજળીનાં તાર પર કરી રહ્યો છે Walk