ક્રિકેટ/ રાશિદ ખાનનો હેલિકોપ્ટર શોટ જોઇને તમે પણ ચોંકી જશો, Video

જ્યારે પણ ક્રિકેટમાં હેલિકોપ્ટર શોટની વાત થાય છે ત્યારેે આપણે મહેન્દ્ર સિંહ ધોનીને જ યાદ કરતા હોઇએ છીએ. જો કે આજે આ શોટ્સની વાત તો થશે પણ ધોનીની નહી પણ એક અલગ ખેલાડીની ચર્ચા થશે.

Sports
11 360 રાશિદ ખાનનો હેલિકોપ્ટર શોટ જોઇને તમે પણ ચોંકી જશો, Video

જ્યારે પણ ક્રિકેટમાં હેલિકોપ્ટર શોટની વાત થાય છે ત્યારેે આપણે મહેન્દ્ર સિંહ ધોનીને જ યાદ કરતા હોઇએ છીએ. જો કે આજે આ શોટ્સની વાત તો થશે પણ ધોનીની નહી પણ એક અલગ ખેલાડીની ચર્ચા થશે.

11 361 રાશિદ ખાનનો હેલિકોપ્ટર શોટ જોઇને તમે પણ ચોંકી જશો, Video

કોરોના સંકટ / ટોક્યો ઓલમ્પિકને પણ કોરોનાનું ગ્રહણ, પ્રથમ કેસ નોંધાતા મચ્યો હડકંપ

આપને જણાવી દઇએ કે, ટી-20 બ્લાસ્ટમાં હેમ્પશાયર અને સસેક્સ વચ્ચે રમાયેલી મેચમાં અફઘાનિસ્તાનનો સ્પિનર ​​રાશિદ ખાન ચમક્યો હતો. સસેક્સ ટીમમાં રમતી વખતે રાશિદ ખાને તેની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. બેટિંગ દરમ્યાન તેણે ધોનીનાં હેલિકોપ્ટર શોટ જેવો જ શોટ રમ્યો હતો, જે આ સમયે ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. રાશિદ દ્વારા રમવામાં આવેલા હેલિકોપ્ટર શોટ ધોનીની નકલ નહોતી પરંતુ તેમાં તેનો પોતાનો ટચ હતો. આ શોટ લગાવા માટે, રાશિદ ક્રીઝની અંદર ગયો અને મિડ-ઓફ પર સિક્સર ફટકારી હતી. સોશિયલ મીડિયા પર આ છક્કો મારતો વીડિયો શેર કરતાં રાશિદ ખાને લખ્યું કે, ‘કેટલાક શોટ પુસ્તકમાં નથી પણ તમારે તે લખવાની જરૂર છે. શું કોઈ તેનું નામ સૂચવી શકે છે?’

ક્રિકેટ / અંતિમ ઓવરમાં 6 છક્કા ફટકારી આ બેટ્સમેને અપાવી પોતાની ટીમને જીત

જણાવી દઇએ કે, રાશિદ ખાને હેમ્પશાયર સામે 200 નાં સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા રન બનાવ્યા હતા. રાશિદ ખાને ક્રીઝ પર માત્ર 18 મિનિટ વિતાવ્યા હતા પરંતુ તેણે ખૂબ જ સારી બેટિંગ કરી હતી. રાશિદે 13 બોલમાં 200 નાં સ્ટ્રાઇક રેટથી 26 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સમાં તેણે 4 ચોક્કા અને 1 છક્કો ફટકાર્યો હતો. બીજી બાજુ, જો આપણે મેચની વાત કરીએ, તો પહેલા બેટિંગ કરતા સસેક્સ એ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા. જીતવા માટે હેમ્પશાયરને 184 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. આ લક્ષ્ય તેણે 4 વિકેટ ગુમાવીને 4 બોલ પહેલા મેળવ્યુ હતું અને 6 વિકેટથી મેચ જીતી લીધી હતી.