Viral Video/ ઝાડ નીચે ઉભા રહેલા આ 4 શખ્સ સાથે થયુ કઇંક એવુ, જાણીને ચોંકી જશો આપ

સોશિયલ મીડિયાનાં જમાનામાં દુનિયા જાણે હવે આંગળીનાં ટેરવે હોય તેવુ લાગી રહ્યુ છે. દુનિયાભરમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યા કરોડોમાં છે.

Videos
cricket 18 ઝાડ નીચે ઉભા રહેલા આ 4 શખ્સ સાથે થયુ કઇંક એવુ, જાણીને ચોંકી જશો આપ

સોશિયલ મીડિયાનાં જમાનામાં દુનિયા જાણે હવે આંગળીનાં ટેરવે હોય તેવુ લાગી રહ્યુ છે. દુનિયાભરમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યા કરોડોમાં છે. ત્યારે કોઇ પણ વીડિયો શેર થતા આજે તમારા મોબાઇલમાં આવી જતો હોય છે. ઘણા વીડિયો એેવા પણ છે કે જે તમને ચોંકાવી દેતા હોય છે, તેવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

કોરોના બ્લાસ્ટ: રાજ્યનાં આ વિસ્તારમાં કોરોનાએ ઉચક્યું માથુ, 39 વિદ્યાર્થીઓ થયા પોઝિટિવ

વીડિયોમાં ગુરુગ્રામની હાઉસિંગ સોસાયટીનાં બગીચામાં ચાર લોકો દેખાઇ રહ્યા છે. આ દ્રશ્યમાં વરસાદ પડતો હોવાનુ સ્પષ્ટપણે દેખાઇ રહ્યુ છે. આ વરસાદથી બચવા માટે આ ચાર લોકો એક ઝાડની નીચે ઉભા રહેતા જોવા મળી રહ્યા છે. અહી અમુક સેકન્ડ સુધી આ વીડિયો સામાન્ય વીડિયો લાગી રહ્યો છે પરંતુ થોડી જ ક્ષણોમાં કઇંક એવુ બને છે જે જોઇને તમે પણ તમારી આંખો પર વિશ્વાસ નહી કરી શકો. વરસાદથી બચવા ઝાડનો સહારો લેતા આ ચાર શખ્સની સાથે એક એવી ઘટના બની જાય છે, જે અકલ્પનિય છે. આ ઝાડ પર થોડી જ ક્ષણોમાં એક વિજળી પડે છે અને તેને ટચ કરીને ઉભા રહેેલા આ ચારેય લોકો એક-એક કરીને જમીન પર પડી જતા જોવા મળી રહ્યા છે. વિજળી પડતા આ ચારેય શખ્સ ગંભીર રીતે દાઝી ગયા હોવાનુ સામે આવી રહ્યુ છે. નસીબજોગે આ વિજળીનાં પડવાથી તેમનો જીવ ગયો નથી.

રાજકોટ: MLA ગોવિંદ પટેલનું વિવાદિત નિવેદન – જે મહેનત કરે છે તેને કોરોના નથી થતો

ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનો શરૂ થતા જ ગરમીનું વાતાવરણ ચારે દિશાએ જોવા મળી રહ્યુ છે. ત્યારે દેશનાં ઘણા ભાગો એવા પણ છે જ્યા મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. હાલમાં ઉત્તર ભારતમાં આ પ્રકારની ઋતુ જોવા મળી રહી છે. ઘણા ભાગોમાં હાલમાં ગરમીએ શરૂઆત કરી દીધી છે, તો ઘણા એવા વિસ્તાર પણ છે જ્યા ગરમીની સાથે વરસાદી વાતાવરણ પણ જોવા મળી રહ્યુ છે.

મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટી કરતુ નથી….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ