હત્યા/ જામનગરમાં બરતરફ કરાયેલ પોલીસકર્મી દ્વારા કરાઈ યુવકની હત્યા..

રજવાડું શહેર ગણાતા જામનગર શહેરને જાણે કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી જામનગરમાં ફાયરિંગ, હત્યા, અપહરણ જેવા ગુનાહિત કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે એવામાં પણ જ્યારે ખાખી જ જો ગુનેગારની ભૂમિકા ભજવે તો વાત જ કંઈક અલગ થઈ જાય છે. જામનગર શહેર ખાતે એક સસ્પેન્ડ પોલીસ કર્મી દ્વારા યુવકની […]

Gujarat
murder pic 1527791484 1 જામનગરમાં બરતરફ કરાયેલ પોલીસકર્મી દ્વારા કરાઈ યુવકની હત્યા..

રજવાડું શહેર ગણાતા જામનગર શહેરને જાણે કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી જામનગરમાં ફાયરિંગ, હત્યા, અપહરણ જેવા ગુનાહિત કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે એવામાં પણ જ્યારે ખાખી જ જો ગુનેગારની ભૂમિકા ભજવે તો વાત જ કંઈક અલગ થઈ જાય છે. જામનગર શહેર ખાતે એક સસ્પેન્ડ પોલીસ કર્મી દ્વારા યુવકની હત્યા કરતા આખી ઘટના સામે છે. શહેરના ઠેબા ચોકડી પાસે 23 વર્ષના યુવાન યુવરાજસિંહ મહોબતસિંહ જાડેજાની હત્યા કરવામાં આવી છે. મૃતક યુવરાજસિંહ હોટલ બહાર બેઠો હતો ત્યારે પોલીસ કર્મી ઇશ્વરસિંહ સતુભા જાડેજા પોતાની કારમાં ઘસી આવી યુવકને ટક્કર મારી જેમાં ઝઘડો થયો લોકોએ સમજાવવાના પ્રયત્ન કર્યા પરંતુ ઇશ્વરસિંહ દ્વારા તેમની ગાડીમાં રાખેલ છરી વડે યુવકના ગળા પર ઘા મારતા યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. રેતીનાં ધંધા અને ડ્રાઈવરો ની અદલાબદલી ને લઈ આ હત્યા કરવામાં આવી હોય તેવું જાણવા મળ્યું હતુ. આ ઘટનાની જાણ થતાં જ જામનગર એસપી દીપેન ભદ્રન સહિત એલસીબી, એસઓજી નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી..

પોલીસ તપાસમાં હત્યા રેતીના ધંધાને કારણે થઈ હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ દરમ્યાન આ હત્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેને પોલીસે કબ્જામાં લઈ આગળની તપાસ વધુ તેજ બનાવી છે તેમજ જુદી જુદી ટિમો બનાવી બરતરફ પોલીસ કર્મી અને તેનો ભાઈ સાથીદારો પોલીસના હાથવેંતમાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહયું છે. એક બરતરફ કરાયેલ પોલીસ કર્મી દ્વારા જ હત્યાને અંજામ આપતા ખાખી પર ઘણાય સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે.

જામનગર જિલ્લામાં રેતીનો ધંધો મોટા પાયે ચાલી રહ્યો છે.. જેના લીધે અવાર નવાર આવી બાબતો વિકરાળ ઘટનાનું સ્વરૂપ લેતી હોય છે. જિલ્લામાં રેતી ખનન કરતા માફિયાઓ પણ ઘણા સક્રિય હોવાનું પ્રજાના મુખે ચર્ચાઈ રહ્યું છે જિલ્લા એસપી દ્વારા આવતા જ જમીન માફિયા પર લગામ લગાવી દીધી છે ત્યારે હવે રેતી ખનન માફિયાઓ પર લગામ લગાવવામાં કેટલો સમય લેશે તે તો આવનાર સંમય જ બતાવશે.