Not Set/ મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિરીક્ષણ કરવા

  ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી રવિવારે 8 જુલાઈ રવિવારના રોજ ગુજરાતમાં સરદાર સરોવર પર બની રહેલી સરદાર પટેલની ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આપણે જણાવી દઈએ કે આગામી 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જન્મ જયંતિ છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે. એવામાં આગામી 31 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી […]

Top Stories Gujarat
sdkjhalfhldskjkjdshglkjfsg 1 મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિરીક્ષણ કરવા

 

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી રવિવારે 8 જુલાઈ રવિવારના રોજ ગુજરાતમાં સરદાર સરોવર પર બની રહેલી સરદાર પટેલની ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.

આપણે જણાવી દઈએ કે આગામી 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જન્મ જયંતિ છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે. એવામાં આગામી 31 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મદિનના રોજ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું લોકાર્પણ કરવાના છે. આપણે જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું લોકાર્પણ કરવા અર્થે ગુજરાત પહોંચવાના છે.

અત્યારે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું અંદાજે 80 થી 85 ટાકા જેટલું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. જેના કારણે આગામી 31 ઓક્ટોબરના રોજ લોકાર્પણ કરવામાં આવતા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘ નું કામ ક્યાં ચરણ સુધી પહોંચ્યું છે તેનું નિરીક્ષણ કરવા માટે ગુજરાતના મુખ્યપ્રધાન નિરીક્ષણ અર્થે પહોંચી આવ્યા હતા.

વિજય રૂપાણીએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ની મુલાકાત દરમિયાન દરેક સૂક્ષ્મ કામગીરીની બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.