Not Set/ અબોલ પક્ષી કબુતરનો જીવ બચાવવા જતા ત્રણ બાળકોના પિતા અને ઘરના મોભી દિલીપભાઈનું કરુણ મોત

જીવ દયા એજ પ્રભુ સેવા જેવા સદગુણને વરેલ એક યુવક વીજ થાંભલા ઉપર ફસાયેલા અબોલ જીવ કબૂતરને બચાવવા જતાં કરંટ લાગતા જમીન ઉપર પટકાયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. જેને લઇ સમગ્ર માલપુર પંથકમાં શોકનું મોજું ફરું વળ્યું હતું. 

Gujarat Others Trending
vanchan 8 અબોલ પક્ષી કબુતરનો જીવ બચાવવા જતા ત્રણ બાળકોના પિતા અને ઘરના મોભી દિલીપભાઈનું કરુણ મોત

માલપુર સુમંત કાકાની દુકાન આગળ કબૂતરનો જીવ બચાવવા જતાં માલપુરનો દિલીપ વાઘરીનું મોત

જીવ દયા એજ પ્રભુ સેવા જેવા સદગુણને વરેલ એક યુવક વીજ થાંભલા ઉપર ફસાયેલા અબોલ જીવ કબૂતરને બચાવવા જતાં કરંટ લાગતા જમીન ઉપર પટકાયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. જેને લઇ સમગ્ર માલપુર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર અરવલ્લી જિલ્લાના માલપુર ગામ માં સુમન કાકાની દુકાન આગળ પસાર થતા વીજ વાયરમાં એક કબૂતર ફસાયું હતું.  આવતા જતા ઘણા લોકો આ કબૂતરને જોઈ રહ્યા હતા.  પરંતુ હાઈટેન્શન વીજ લાઇન પરથી આ કબૂતરને બચાવવા ની કોઈએ હિંમત કરી નહીં ત્યારે દિલીપભાઈ નામના શખ્સે આ કબૂતરને જોયું અને તેને બચાવવા માટે પહેલ કરી.

દિલીપભાઈ ને કબૂતરને બચાવવા માટે લાંબી લાકડી ન મળતા લોખંડની પાઇપની આગળના ભાગે લાકડાનો નાનકડો દંડો બાંધી દીધો અને વીજ પોલ ઉપર ચડવાનું શરુ કર્યું.  જોકે બજારમાં ઉભેલા કોઈએ પણ દિલીપભાઈની આ ક્રિયા ઉપર ધ્યાન આપ્યું ન હતું,  પરંતુ એક જાગૃત નાગરિક દિલીપભાઈની સમગ્ર ક્રિયા પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યા હતા.

દિલીપભાઈ ફટાફટ દંડા સાથે થાંભલા ઉપર ચડી જાય છે અને વીજ વાયરમાં ફસાયેલા કબુતરને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે ત્યારે ભૂલથી દંડો તાર ને અડકી જાય છે અને લોખંડનો પાઈપ હોવાના કારણે ધડાકા સાથે સ્પાર્ક  થાય છે અને જે સાથે દિલીપભાઈ થાંભલા ઉપરથી નીચે પટકાય છે અને તેમનું કરૂણ મોત નિપજે છે.

ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લાના માલપુર ગામમાં રહેતા ૩૫ વર્ષીય દિલીપભાઈ ના પરિવારમાં તેમના પત્ની તેમજ બે પુત્ર અને એક પુત્રી ને વલોપાત કરતા મૂકી ગયા છે દિલીપભાઈ છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા