Not Set/ રોમીયોની દાદાગીરીથી ડરેલી યુવતીએ પાંચમાં માળેથી જીવન ટૂકાવવાનો કર્યો પ્રયાસ

એક તરફી પ્રેમ કરવાના કિસ્સાઓ જાણે હવે સામાન્ય બની ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. ત્યારે અમદાવાદનાં ચાંદલોડિયા વિસ્તાર બાદ શહેરનાં ઘાટલોડિયામાં આવી જ એક ઘટના બનવા પામી છે. અહી એક યુવતીએ પાગલ પ્રેમીની ધમકીથી કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યુ છે કે યુવતી પર સામૂહિક દુષ્કર્મ કરવાની ધમકી […]

Ahmedabad Gujarat
amd ghatlodiya રોમીયોની દાદાગીરીથી ડરેલી યુવતીએ પાંચમાં માળેથી જીવન ટૂકાવવાનો કર્યો પ્રયાસ

એક તરફી પ્રેમ કરવાના કિસ્સાઓ જાણે હવે સામાન્ય બની ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. ત્યારે અમદાવાદનાં ચાંદલોડિયા વિસ્તાર બાદ શહેરનાં ઘાટલોડિયામાં આવી જ એક ઘટના બનવા પામી છે. અહી એક યુવતીએ પાગલ પ્રેમીની ધમકીથી કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યુ છે કે યુવતી પર સામૂહિક દુષ્કર્મ કરવાની ધમકી આપવામાં આવી હતી. જેથી ડરી ઘયેલી યુવતીએ એપાર્ટમેન્ટનાં પાંચમાં માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમગ્ર ઘટનામાં પીડિતાનાં પરિવારે પોલીસ પર પણ આરોપ મુક્યો છે. તેમનુ કહેવુ છે કે, પોલીસ આરોપીને છાવરી રહી છે. સમગ્ર મામલે એસીપી એ ડિવિઝન મુકેશ પટેલે જણાવ્યુ કે, ચાણક્યપૂરી રામદેવ ચોક પાસે રહેતી એક યુવતીએ થોડા દિવસ પહેલા પાંચમાં માળેથી નીચે પડી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીનાં ભાઇએ સોલા પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરાવ્યો છે અને તેઓનાં જણાવ્યા મુજબ કનુભાઇ શિંગાડીયા નામના એક વ્યક્તિ કે જેઓ ફેશનકિંગ નામની દુકાન ધરાવે છે. તેઓએ આ ફરિયાદીની બહેનને તેની સગાઇ થઇ ગઇ હોવા છતા ઉઠાવી જવાની, જબરદસ્તી કરવાની અને તેની સાથે લગ્ન કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પીડિતાનાં સગાનું કહેવુ છે કે, અમારી ફરિયાદ એટલી છે કે તે યુવકને સજા મળવી જોઇએ. તેમણે વધુમાં કહ્યુ કે, આરોપી છેલ્લા 6 મહિનાથી ઘરે આવતો જતો રહે છે, પણ અમને આ વિશે કોઇ માહિતી નહોતી. અમને આ માહિતી ત્યારે મળી જ્યારે આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. સગાનું કહેવુ છે કે, ઘટના બની તેના એક કલાક પહેલા પણ આરોપી ઘરે આવ્યો હતો અને બધાની હાજરીમાં ધમકી આપીને ગયો હતો. જેનાથી ડરીને આ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…

https://www.youtube.com/watch?v=8Pi0hKJab_0

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.