Not Set/ કળયુગની લૈલા, એક તરફી પ્રેમમાં પાગલ યુવતીએ ભર્યું એવું પગલું કે….

જી હા અમદાવાદના શાહીબાગમા એક યુવતી પરણિત યુવક પાછળ એવી પડી કે યુવતીએ પોલીસ સામેં જ હાથની નસો કાપી નાખી છે.

Top Stories Ahmedabad Gujarat
dinesh sharma 6 કળયુગની લૈલા, એક તરફી પ્રેમમાં પાગલ યુવતીએ ભર્યું એવું પગલું કે....

યુવતીની છેડતી અથવા યુવતી પાછળ યુવક એક તરફ પ્રેમમા પડયાના અનેંક કિસ્સા તમે જોયા અને સાંભળ્યા હશે પણ યુવક પાછળ યુવતી એક તરફી પ્રેમ પડયાનો કિસ્સો પહેલી વાર કદાચ સાંભળશો. જી હા અમદાવાદના શાહીબાગમા એક યુવતી પરણિત યુવક પાછળ એવી પડી કે યુવતીએ પોલીસ સામેં જ હાથની નસો કાપી નાખી છે.

અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમા મનીષા ઝાએ ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ રઘુનાથ ઝા અસારવા તળાવ પાસેનાં પે એન્ડ યુઝ શૌચાલયમા નોકરી કરી છે ત્યાં સામે કડીયાની ચાલીમા ઉર્મિલા પટણી નામની યુવતી રહે છે. જે યુવતી ફરિયાદી મહિલાનાં પતિ રઘુનાથ ઝા સામે દરરોજ બીભત્સ અને ગંદા ઈશારા કરે છે. ત્યારે રઘુનાથ ઝાને આ યુવતી કહી રહી છે કે તેની પત્નીને છોડી તે પોતાની સાથે રહેવા લાગે.

Heavy Rain in Gujarat / મેઘરાજા હવે તો કરો ખમૈયા, આભમાંથી આશીર્વાદની જગ્યાએ વરસી રહી છે આફત…

himmtanagar / ભ્રુણ હત્યા..? આ હોસ્પીટલમાં સોનોગ્રાફી મશીન કરાયુ સીલ…

યુવતીથી આ દંપતી એટલા કંટાળી ગયા હતા કે તેને સમજાવાનું નક્કી કર્યું હતું રવિવારે દંપતી આ યુવતી ઉર્મિલા પટણીને સમજવા માટે ગયા હતા પણ યુવતીએ પત્ની મનીષા સાથે  મારામારી કરી અને બ્લેડથી હુમલો કર્યો ત્યારે આખો મામલો શાહીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યો તો એક તરફી પ્રેમમાં પાગલ યુવતીએ પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો મચાવ્યો હતો.

ત્યારે અંતે શાહીબાગ પોલીસે યુવતી સામે ગુનો નોંધી ધરપકડ કરીને કાયદાકીય પ્રકિયા શરુ કરી છે.

Godhara / ફરી મળી આવી ₹ 16.61લાખની રદ્દ થયેલી ચલણી નોટો…

Coronavirus / કોરોના સંક્રમણને અટકાવવા માટે ગુજરાતે કરેલી કામગીરીની પ્રશંસા કરતા કેન્દ્રીય આરો…

Navratri: આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા…

dharma: નવરાત્રી કેમ કહેવામાં આવે છે, નવદિન કેમ નહીં?…