Not Set/ કાનપુર પર ઝીકા વાયરસનો મહાભરડો,નવા 16 કેસ

ઉત્તરપ્રદેશના કાનપુરમાં હવે દિવસેને દિવસે ઝીંકા વાયરસનો આંતક વધતો જતો જોવા મળી રહ્યો છે. અહીયા વધું 16 નવા કેસ નોંધાયા છે. જેના કારણે લોકોમાં હવે ભયનો માહોલ ફેલાયેલો છે.

Top Stories India
zika virus કાનપુર પર ઝીકા વાયરસનો મહાભરડો,નવા 16 કેસ

ઉત્તરપ્રદેશના કાનપુરમાં હવે દિવસેને દિવસે ઝીંકા વાયરસનો આંતક વધતો જતો જોવા મળી રહ્યો છે. અહીયા વધું 16 નવા કેસ નોંધાયા છે. જેના કારણે લોકોમાં હવે ભયનો માહોલ ફેલાયેલો છે. અત્યાર સુધીમાં અહિયા કુલ 109 કેસ નોંધાઈ ચુક્યા છે. જેના કારણે હવે તંત્ર પણ દોડતું થઈ ગયું છે.એકલા કાનપુરમાં જ 108 કેસ જોવા મળ્યા છે. 17 કેસમાં રિકવરી જોવા મળી છે અને 91 એક્ટિવ કેસ જોવા મળ્યા છે.

સંક્રમણને રોકવા માટે પ્રભાવિત વિસ્તારોમાં અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. ડૉક્ટરોનું કહેવું છે કે તેઓ ઘરેઘર સર્વે કરી રહ્યા છે. ગંભીર લક્ષણો વાળા દર્દીના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે. સાથેજ ગર્ભવતી મહિલાઓના પણ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત રેડિયોલોજી સેન્ટરોને પણ સતર્ક કરવામાં આવી રહ્યા છે.

ઝીકા વાયરસને લઇને સીએમ મુખ્યમંત્રી આદિત્યનાથે કરી સમીક્ષા બેઠક અને કહ્યું કે સ્થિતિ હાલ કાબુમાં છે. અને આરોગ્ય ટીમ કામે લાગી છે,સમગ્ર આરોગ્ય તંત્ર ઝીંકા વાયરસને લઇને હરકતમાં આવી ગયું છે.

ઉલ્લેખનીય છે  કે ઝીકા વાયરસ ડેન્ગ્યૂંથી ફેલાતા મચ્છરોને કારણે ફેલાય છે. સાથેજ ગર્ભવતી મહિલાઓ માટે પણ આ વાયરસ સૌથી ખતરનાક માનવામાં આવે છે. ઝીકા વાયરસને કારણે ગર્ભસ્થ શિશુના મસ્તિષ્કનો વિકાસ પણ નથી થતો. પહેલી વખત આ વાયરસ આફ્રિકાના જંગલમાં જોવા  મળ્યો હતો.