Not Set/ હોળીમાં રહેલા ધગધગતા અંગારા પર ચાલીને લોકોએ કરી શ્રધ્ધાપૂર્વક પૂજા-અર્ચના, જોવો વિડીયો

સુરત સમગ્ર દેશમાં હોળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. લોકો શ્રધ્ધાપૂર્વક હોલિકા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામે વર્ષો જૂની પરંપરા મુજબ હોળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. અહી હોળી પ્રગટાવ્યા બાદ સમગ્ર ગ્રામજનો હોળીકાની પૂજા-અર્ચના કરે છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે, હોળી સળગાવ્યા […]

Gujarat
surat હોળીમાં રહેલા ધગધગતા અંગારા પર ચાલીને લોકોએ કરી શ્રધ્ધાપૂર્વક પૂજા-અર્ચના, જોવો વિડીયો

સુરત

સમગ્ર દેશમાં હોળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. લોકો શ્રધ્ધાપૂર્વક હોલિકા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામે વર્ષો જૂની પરંપરા મુજબ હોળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.

અહી હોળી પ્રગટાવ્યા બાદ સમગ્ર ગ્રામજનો હોળીકાની પૂજા-અર્ચના કરે છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે, હોળી સળગાવ્યા બાદ તેમાં રહેલા અંગારાને ત્યાં જ પાથરી દેવામાં આવે છે અને હોળીમાં રહેલા ધગધગતા અંગારામાં ગ્રામજનો ચાલે છે.

આ વર્ષે પણ સરસ ગામના ગામજનોએ વર્ષો જૂની પરંપરાને જાળવી રાખી હતી અને હોલિકા દહન બાદ અંગારા ઉપર ચાલ્યા હતા અને જરાય પણ ખચકાટ અનુભવ્યું નહોતું.