Not Set/ અમદાવાદ/ આજથી થશે ફરી ધમધમતું !! જાણો કયો વિસ્તાર કયા ઝોનમાં આવે છે…?

ગુજરાત રાજ્યમાં આજથી લોકડાઉન 4.૦નો અમલ શરુ થી ચુક્યો છે. ત્યા રાજ્ય સરકારે અમદાવાદ શહેરને પશ્ચિમ અને પૂર્વ એમ બે ભાગમાં વહેંચી દીધું છે. પશ્ચિમ અમદાવાદમાં શરતો સાથે છૂટછાટ આપવામાં આવી છે જ્યારે પૂર્વ અમદાવાદમાં લૉકડાઉનનો અમલ ચાલુ રહેશે. શહરેના કોટ વિસ્તારમાં કેસ વધુ હોવાથી કોઇ છૂટછાટ નહીં મળે. અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં આર્થિક ગતિવિધીઓ ચાલુ […]

Ahmedabad Gujarat
5e43682908d4d22257c9f8a637dc5fe2 અમદાવાદ/ આજથી થશે ફરી ધમધમતું !! જાણો કયો વિસ્તાર કયા ઝોનમાં આવે છે...?
5e43682908d4d22257c9f8a637dc5fe2 અમદાવાદ/ આજથી થશે ફરી ધમધમતું !! જાણો કયો વિસ્તાર કયા ઝોનમાં આવે છે...?

ગુજરાત રાજ્યમાં આજથી લોકડાઉન 4.૦નો અમલ શરુ થી ચુક્યો છે. ત્યા રાજ્ય સરકારે અમદાવાદ શહેરને પશ્ચિમ અને પૂર્વ એમ બે ભાગમાં વહેંચી દીધું છે. પશ્ચિમ અમદાવાદમાં શરતો સાથે છૂટછાટ આપવામાં આવી છે જ્યારે પૂર્વ અમદાવાદમાં લૉકડાઉનનો અમલ ચાલુ રહેશે. શહરેના કોટ વિસ્તારમાં કેસ વધુ હોવાથી કોઇ છૂટછાટ નહીં મળે. અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં આર્થિક ગતિવિધીઓ ચાલુ રહેશે. રાજ્યમાં બસ સેવા ચાલુ થશે પણ અમદાવાદમાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

જાણો અમદાવાદ શહેરના શહેરના નોન કન્ટેનમેન્ટ ઝોન

અમદાવાદ શહેરના નોન કન્ટેનમેન્ટ ઝોનમાં પાલડી, નવરંગપુરા, નારણપુરા, વાડજ, સરદાર પટેલ સ્ટેડિયમ, રાણીપ, મોટેરા, વાસણા, ચાંદખેડા, સરખેજ, મકતમપુરા, જોધપુર, વેજલપુર, વટવા, ઇન્દ્રપુરી, ખોખરા, લાંભા, ઇસનપુર, નરોડા, બાપુનગર, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર, સરદારનગર, કુબેરનગર, સૈજપુર, બોડકદેવ, ચાંદલોડિયા, થલતેજ, ગોતા, ઘાટલોડિયા, શાહીબાગ, અમરાઇવાડી, વિરાટનગર

અમદાવાદ વિસ્તારના કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર

અમદાવાદ શહેરના કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં દાણીલિમડા, બહેરામપુરા, મણીનગર, સરસપુર, જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર, અસારવા, ગોમતીપુરનો સમાવેશ કરાયો છે.

બોપલ, ઘુમામાં છૂટછાટ અંગે આજે નિર્ણય લેવાશે

શહેરના બોપલ, ઘુમા સહિતના વિસ્તારો કે જેનો ગ્રામ્યમાં સમાવેશ થાય છે તે અંગે મંગળવારે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ અંગે જિલ્લા અધિક કલેક્ટર હર્ષદ વોરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં લૉકડાઉનના નિયમોમાં છુટછાટ અંગે કલેક્ટર કચેરી દ્વારા મંગળવારે જાહેરનામુંપ્રસિદ્ધ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવીમોબાઇલ એપ્લિકેશન.