Not Set/ અમદાવાદ/  ખોખરા વોર્ડના વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર હવે કોરોનાની ગિરફતમાં ….

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે રાજ્યના તમામ જીલ્લા હવે કોરોના ગ્રસ્ત બની ચુક્યા છે અને હવે તો ગરમીન વિસ્તારો પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરને કોરોનાએ સવિશેષ પોતાની બાનમાં જકડી રાખ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાયે […]

Ahmedabad Gujarat
56f11a61a7c4d27188a0933eee2e1e5d અમદાવાદ/  ખોખરા વોર્ડના વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર હવે કોરોનાની ગિરફતમાં ....
56f11a61a7c4d27188a0933eee2e1e5d અમદાવાદ/  ખોખરા વોર્ડના વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર હવે કોરોનાની ગિરફતમાં ....

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે રાજ્યના તમામ જીલ્લા હવે કોરોના ગ્રસ્ત બની ચુક્યા છે અને હવે તો ગરમીન વિસ્તારો પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરને કોરોનાએ સવિશેષ પોતાની બાનમાં જકડી રાખ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાયે કોર્પોરેશનના ઘણા અધિકારીઓ, આરોગ્ય કર્મીઓ, પોલીસકર્મી સહિતના લોકો પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે.  હવે વધુ એક કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી કોરોનાની ગિરફતમાં આવી ચુક્યા છે. અમદાવાદ મનપાના  ખોખરા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના ખોખરા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કોરોનાની ચપેટમાં આવ્યા છે. સાથે પૂર્વ ઝોનના બે ડ્રાઇવરોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો પાલિકાના એક ઇજનેર  અને  નવા વાડજ વોર્ડના ટેક્નિકલ સુપરવાઇઝર પણ કોરોના ની ચપેટમાં આવી ચુક્યા છે. તો આ વાડજ વોર્ડના ટેક્નિકલ સુપરવાઇઝરના પત્ની અને બે પુત્રોનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.