Not Set/ અમદાવાદ – બી.જે મેડિકલમાં લેબોરેટરી ટેક્નિશિયન કર્મચારીઓ ઉતર્યા વિરોધમાં, કોલેજ બહાર ધરણા…

ફરી એક વખત સરકારી કર્મચારીઓ વિરોધ અને આંદોલનનાં માર્ગ પર જોવામાં આવી રહ્યા છે. જી હા, કોરોનાનાં કપરા કાળમાં અમદાવાદની બી.જે મેડિકલમાં કર્મચારીઓનો વિરોધ પર ઉતર્યા હોવાનું સામે આવી રહ્યું છે. બી.જે મેડિકલનાં લેબોરેટરી ટેક્નિશિયનનો કોલેજ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ભેગા થયા લેબોરેટરી ટેક્નિશિયન દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે, લેબોરેટરી ટેક્નિશિયનની ભરતીના 5 વર્ષ પૂર્ણ […]

Ahmedabad Gujarat
ccaf4c791a927cddfa185c2c5136338f અમદાવાદ - બી.જે મેડિકલમાં લેબોરેટરી ટેક્નિશિયન કર્મચારીઓ ઉતર્યા વિરોધમાં, કોલેજ બહાર ધરણા...
ccaf4c791a927cddfa185c2c5136338f અમદાવાદ - બી.જે મેડિકલમાં લેબોરેટરી ટેક્નિશિયન કર્મચારીઓ ઉતર્યા વિરોધમાં, કોલેજ બહાર ધરણા...

ફરી એક વખત સરકારી કર્મચારીઓ વિરોધ અને આંદોલનનાં માર્ગ પર જોવામાં આવી રહ્યા છે. જી હા, કોરોનાનાં કપરા કાળમાં અમદાવાદની બી.જે મેડિકલમાં કર્મચારીઓનો વિરોધ પર ઉતર્યા હોવાનું સામે આવી રહ્યું છે. બી.જે મેડિકલનાં લેબોરેટરી ટેક્નિશિયનનો કોલેજ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ભેગા થયા લેબોરેટરી ટેક્નિશિયન દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે, લેબોરેટરી ટેક્નિશિયનની ભરતીના 5 વર્ષ પૂર્ણ થવા છતાં, તેઓને કાયમી કરવામાં આવ્યા ન હોવાનાં કારણે તેમને કાયમી કરવામાં આવે. 

લેબોરેટરી ટેક્નિશિયનને પાંચ પાંચ વર્ષ પૂર્ણ થયા પછી પણ કાયમી નોકરીની નિમણૂંક ન અપાતા આ વિરોધે જન્મ લીધો છે. રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજના ટેક્નિશિયન PHC, CHCના લેબોરેટરી ટેક્નિશિયનનો આ વિરોધમાં જોડાયા હોવાની વિગતો વિદિત છે. જો સમયસર તેમની માંગણી જે કાયદાકીય હક છે તે પૂર્ણ કરવામાં નહીં આવે તો વિરોધ આંદોલનમાં પરીણમશે તેવી લેબોરેટરી ટેક્નિશિયનો દ્વારા ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews