Not Set/ અમદાવાદ/ વાતવરણમાં અચાનક પલટો, ભારે પવન બાદ ધીમીધારે વરસાદ

અમદાવાદમાં દિવસભરના ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ બાદ મોડી સાંજે ભારે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અમદાવાદના એસજી હાઇવે સહિતના વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો જે બાદ મોડી સાંજે અમદાવાદના નવા પશ્ચિમ ઝોનના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદના બોપલ, ઘુમા, જમાલપુર, મણિનગર, રિવરફ્રન્ટ, વસ્ત્રાપુર, ગોતા, એસજી હાઈવે, સેટેલાઈટ, બોડકદેવ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. […]

Ahmedabad Gujarat
37f3df3336f862b32e48c441453d9f02 અમદાવાદ/ વાતવરણમાં અચાનક પલટો, ભારે પવન બાદ ધીમીધારે વરસાદ
37f3df3336f862b32e48c441453d9f02 અમદાવાદ/ વાતવરણમાં અચાનક પલટો, ભારે પવન બાદ ધીમીધારે વરસાદ

અમદાવાદમાં દિવસભરના ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ બાદ મોડી સાંજે ભારે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અમદાવાદના એસજી હાઇવે સહિતના વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો જે બાદ મોડી સાંજે અમદાવાદના નવા પશ્ચિમ ઝોનના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

અમદાવાદના બોપલ, ઘુમા, જમાલપુર, મણિનગર, રિવરફ્રન્ટ, વસ્ત્રાપુર, ગોતા, એસજી હાઈવે, સેટેલાઈટ, બોડકદેવ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.  આ ઉપરાંત પાલડી, આશ્રમ રોડ, જોધપુર, ખાનપુર, સરસપુર, કાલુપુર, દરિયાપુર, રખિયાલ, બાપુનગર, ખોખરા, આંબાવાડી ગોમતીપુરમાં વરસાદ વરસ્યો હતો. તો આ તરફ ગાંધીનગરમાં પણ ભારે પવન ફુંકાયો હતો. ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયું હતું. ગાંધીનગર પોલીસ ભવન પાસે પવનના કારણે ઝાડ પડ્યું હતું. ઝાડ નિચે ગાડી દબાઈ હતી જોકે કોઈ જાનહાની નથી થઈ.

ઉલ્લેખનીય છે કે નિસર્ગ વાવાઝોડાની ઘાત તો ગુજરાત પરથી ટળી ગઇ હતી પરંતુ તેના કારણે સર્જાયેલા વાતાવરણને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જ્યારે આજે અમદાવાદમાં પણ વરસાદ પડતા મધ્યગુજરાતમાં પણ શરૂઆત થઇ ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.