Not Set/ અમેરિકામાં રહેતા લાખો ભારતીઓ માટે આવ્યા Good News, H-1 બી વિઝા ધારકોને મળ્યો 60 દિવસનો સમય

અમેરિકન સરકારે કોરોના વાયરસનાં રોગચાળા વચ્ચે ત્યાં વસતા ભારતીયોને મોટી રાહત આપી છે. સરકારે નિર્ણય લીધો છે કે H-1 બી વિઝા ધારકો અને ગ્રીન કાર્ડ માટે અરજી કરનારાઓને દસ્તાવેજો સબમિટ કરવા માટે 60 દિવસનો સમય આપવામાં આવશે. આ રાહત કોવિડ-19 ને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે, કેટલાક દિવસો પહેલા લોકોને […]

World
4b54329c5584fc32b46189b97b20928e અમેરિકામાં રહેતા લાખો ભારતીઓ માટે આવ્યા Good News, H-1 બી વિઝા ધારકોને મળ્યો 60 દિવસનો સમય

અમેરિકન સરકારે કોરોના વાયરસનાં રોગચાળા વચ્ચે ત્યાં વસતા ભારતીયોને મોટી રાહત આપી છે. સરકારે નિર્ણય લીધો છે કે H-1 બી વિઝા ધારકો અને ગ્રીન કાર્ડ માટે અરજી કરનારાઓને દસ્તાવેજો સબમિટ કરવા માટે 60 દિવસનો સમય આપવામાં આવશે. આ રાહત કોવિડ-19 ને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે, કેટલાક દિવસો પહેલા લોકોને સરકાર વતી જુદા જુદા દસ્તાવેજો સબમિટ કરવા માટે નોટિસ મોકલવામાં આવી હતી.

યુ.એસ. સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઈએસ) તરપથી કહેવામાં આવ્યું કે, તેમના દ્વારા કરવામાં આવેલ વિનંતીઓનો જવાબ આપવા માટે 60 દિવસની મુક્તિ આપવામાં આવે છે. સર્વિસીસ વતી, એવું કહેવામાં આવ્યું છે કે જો નોટિસનો જવાબ આપવા માટે પહેલેથી નક્કી કરેલી તારીખ પછી 60 દિવસની અંદર કોઈ જવાબ મળે તો તે તેના પર વિચાર કરશે. યુ.એસ.સી.આઈ.એસ. એ કહ્યું કે, અમે તેના માટે વર્કફોર્સ અને કમ્યુનિટીને સુરક્ષિત રાખવા અને ઇમિગ્રેશનનાં લાભની રાહ જોતા લોકોને મુશ્કેલીમાંથી બચાવવા માટે ઘણાં પગલાં લઈ રહ્યા છીએ. કોવિડ-19 રોગચાળા વચ્ચે, H-1 બી વર્ક વિઝા પર યુ.એસ. માં કાર્યરત લગભગ બે લાખ ભારતીયો માટે મુશ્કેલી વધી ગઈ હતી.

એક તરફ તેઓ કોરોના વાયરસ રોગચાળાનાં સંકટનો સામનો કરી રહ્યા છે, બીજી તરફ તેમના વિઝાની માન્યતા જૂનમાં સમાપ્ત થશે, જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા નવા કાયદાને કારણે આગળ નહીં વધે. આનાથી તેઓ અમેરિકા છોડવા મજબૂર થશે. ભારતમાં તમામ એરલાઇન્સ કામગીરી બંધ છે અને તેના કારણે આ લોકો દેશ પરત પણ આવી શકતા નથી. કોરોનાએ અમેરિકામાં સૌથી વધુ વિનાશ સર્જ્યો છે. અહીં આ રોગચાળાને કારણે 10 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે અને 65,000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.