Not Set/ અમેરિકામાં સ્થિતિ બની શકે છે વધુ ભયાનક, કોરોનાની ઝપટમાં આવી શકે છે 2 કરોડ લોકો

અમેરિકામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ભયાનક બની શકે છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર, દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 2 કરોડ થઈ શકે છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એ કહ્યું કે, અમેરિકામાં 20 કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ શકે છે. […]

World
2559f2cdd401fc2bdc93dd6e50c006cb અમેરિકામાં સ્થિતિ બની શકે છે વધુ ભયાનક, કોરોનાની ઝપટમાં આવી શકે છે 2 કરોડ લોકો

અમેરિકામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ભયાનક બની શકે છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર, દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 2 કરોડ થઈ શકે છે.

સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એ કહ્યું કે, અમેરિકામાં 20 કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ શકે છે. આ આંકડો વર્તમાન 24 લાખ કરતા 10 ગણો વધારે છે. જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં જણાવ્યા અનુસાર, અહી એક જ દિવસમાં રેકોર્ડ 41 હજાર નવા દર્દીઓ મળી આવ્યા છે અને 2,430 લોકોનાં મોત પણ થયા છે.

વળી પહેલા દિવસે 37,077 કેસ નોંધાયા હતા. યુ.એસ. માં અત્યાર સુધીમાં 1,24,410 લોકો મૃત્યુ પામ્યા છે. ન્યુ યોર્કમાં 31,301, જ્યારે ન્યૂ જર્સીમાં 14,872 લોકોનાં મોત થયા છે. યુ.એસ. માં હવે લગભગ દરેક રાજ્યમાં નવા દર્દીઓની સંખ્યા વધી રહી છે. કેલિફોર્નિયામાં દર્દીઓની સંખ્યા 2 લાખને વટાવી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.