Not Set/ કોરોના સંકટમાં આ ડ્રિંક પીને વધારો તમારી રોગપ્રતિકારક શક્તિ

રોગપ્રતિકારક શક્તિ આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે આપણા શરીરને અનેક રોગોથી બચાવે છે. કોરોના વાયરસનો સામનો કરવા માટે, ડોકટરો રોગપ્રતિકારક શક્તિ વધારવાની સલાહ આપી રહ્યા છે. આ મહામારીને ટાળવા માટે, આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવી મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમારે રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર ડ્રિંક પીવું જરૂર છે. […]

Health & Fitness Lifestyle
796a7e43930727a82dabd850bf057d4b કોરોના સંકટમાં આ ડ્રિંક પીને વધારો તમારી રોગપ્રતિકારક શક્તિ

રોગપ્રતિકારક શક્તિ આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે આપણા શરીરને અનેક રોગોથી બચાવે છે. કોરોના વાયરસનો સામનો કરવા માટે, ડોકટરો રોગપ્રતિકારક શક્તિ વધારવાની સલાહ આપી રહ્યા છે. આ મહામારીને ટાળવા માટે, આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવી મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમારે રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર ડ્રિંક પીવું જરૂર છે. એ કરી રીતે બને છે એ અમે આજે તમને જણાવીશું.

આ ડ્રિંક બનાવવા માટે તમારે કેરી અને સ્ટ્રોબેરીની જરૂર પડશે. ઉનાળાની ઋતુમાં આ ફળ સરળતાથી બજારમાં જોવા મળશે. તેમાં રહેલા વાયરસ અને બેક્ટેરિયાને દૂર કરવા માટે, તેને થોડો સમય ગરમ પાણીમાં ડુબાવી રાખો.

આ રીતે કરો તૈયાર

પાણીમાંથી નીકળીને કેરીની છાલ છોલીને ગોટલીને નીકળી લો. સ્ટ્રોબેરી પણ ગ્રાઇન્ડ કરી લો. આ પછી, આ બંને મિક્સ કરી તેમાં એક કપ પાણી નાખી મિક્સર કરી લો. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે તેમાં ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો. હવે તમારું ડ્રિંક તૈયાર છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરશે.

રોગપ્રતિકારક શક્તિ  વધારવામાં અસરકારક

આપને જણાવી દઈએ કે કેરી અને સ્ટ્રોબેરી ફળ બંને શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અસરકારક સાબિત થાય છે. તેમાં એન્ટી ઓક્સિડેન્ટ્સનો જથ્થો છે જે મુખ્યત્વે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેથી, કોરોના સમયગાળામાં આ ડ્રિંક મોટા પ્રમાણમાં લાભકારક સાબિત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.