Not Set/ આખરે આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્રની અટકાયત, તો સુનિતા યાદવ સામે પણ…

ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે સુરત ખાતે થયેલી બબાલનો મામલો વધુ વકરતો જઈ રહ્યો છે. પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ સુનિતા યાદવે ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કર્ફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા. બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો […]

Gujarat Surat
c3f93360d578094ee0e933d19519292e આખરે આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્રની અટકાયત, તો સુનિતા યાદવ સામે પણ...

ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે સુરત ખાતે થયેલી બબાલનો મામલો વધુ વકરતો જઈ રહ્યો છે. પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ સુનિતા યાદવે ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કર્ફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા. બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો પ્રકાશ કાનાણી આવ્યો હતો અને બંને વચ્ચે બબાલ થઇ હતી. આ મામલે વીડિયો વાયરલ થયા બાદ સુરત પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

જેમાં સુરતના એસીપી સીકે પટેલે તપાસના અંતે મંત્રીના પુત્ર પ્રકાશ અને તેના મિત્રોની અટકાયત કરી હોવાની માહિતી આપી હતી. જ્યારે પોલીસ વિભાગ દ્વારા આ વાયરલ વીડિયોના મુદ્દે એલઆરડી સુનિતા યાદવે સામે ખાતાકીય તપાસનો આદેશ આપ્યો છે.

પ્રકાશ કાનાણી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. તેમની સામે સુરતના વરાછામાં ફરફ્યું ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે એવી માહિતી પણ મળી રહી છે કે આરોગ્ય મંત્રીના પુત્ર પ્રકાશ સહિત 3ની અટકાયત પણ કરવામાં આવી છે. ACPએ કહ્યું કે વીડિયોના આધારે તપાસ કરવામાં આવશે.

તો બીજી બાજુ અટકાયતની ગણતરીની મીનીટોમાં જ પ્રકાશ કાનાણી ને જામીન પર છુટકારો પણ મળી ચુક્યો છે. તો સાથે તેના અન્ય મિત્રો ને પણ જમીન આપી દેવામાં આવ્યા છે.

આ પહેલા વાયરલ વીડિયો મામલે પ્રકાશ કાનાણીએ પણ ખુલાસો કર્યો. પ્રકાશ કાનાણીએ જણાવ્યું કે,‘મારા સસરા હોસ્પિટલમાં દાખલ છે. મહિલા પોલીસે મારા મિત્રને હેરાન કર્યા હતા. મારા મિત્રનો ફોન આવ્યો એટલે હું ત્યાં ગયો હતો.’ ઉપરાંત, પ્રકાશ કાનાણીએ કહ્યું કે,‘મે મર્યાદામાં રહીને વાત કરી છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.