Not Set/ આગામી તહેવારોમાં સેવાસંઘ કેમ્પો તેમજ ગણેશોત્સવ નહીં થાય : પ્રદીપસિંહ જાડેજા

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજરોજ વડોદરા પહોચ્યા હતા. વડોદરાની મુલાકાતમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, સરકારે જન્માષ્ટમીના સમયે ગુજરાતભરમાં લાગતા તમામ મેળાઓ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. લોકો ઘરે જ ગણેશજીની મૂર્તિ બેસાડી શકે છે. સાથે જ ઘરે જ લોકોને મૂર્તિનું વિસર્જન કરવું પડશે. વધુમાં આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને લઈ વિવિધ મંડળના આગેવાનોએ […]

Gujarat Vadodara
db60e0b5e1a38c9ac5b8f52c70cbdf70 આગામી તહેવારોમાં સેવાસંઘ કેમ્પો તેમજ ગણેશોત્સવ નહીં થાય : પ્રદીપસિંહ જાડેજા

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજરોજ વડોદરા પહોચ્યા હતા. વડોદરાની મુલાકાતમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, સરકારે જન્માષ્ટમીના સમયે ગુજરાતભરમાં લાગતા તમામ મેળાઓ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. લોકો ઘરે જ ગણેશજીની મૂર્તિ બેસાડી શકે છે. સાથે જ ઘરે જ લોકોને મૂર્તિનું વિસર્જન કરવું પડશે.

વધુમાં આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને લઈ વિવિધ મંડળના આગેવાનોએ સરકારને રજૂઆત કરી હતી. કોરોનાને લઈ તહેવારો પર પ્રતિબંધ લગાવવા રજૂઆત કરી હતી. જેથી સરકારે ધાર્મિક તહેવારો અને પ્રતિબંધ મૂક્યો છે. કોરોના સંક્રમણમાં વધારો ના થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. સાથે જ ઑગસ્ટ માસમાં આવતા તમામ તહેવારોને ન ઉજવવા તેઓએ અપીલ કરી છે. તો સાથે જ ઑગસ્ટ મહિનામાં આવતા તમામ તહેવારો પર ગુજરાત સરકારે પ્રતિબંધ લગાવ્યો છે.

વડોદરા મનપા અને નગરપાલિકાઓને ચેક અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઓનલાઇન ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સ્વર્ણિમ જયંતિ CM શહેરી વિકાસ યોજના હેઠળ સહાય આપવામાં આવી છે. વડોદરા મનપાને સરકાર દ્વારા 99.51 કરોડ રૂ.ની સહાય કરવામાં આવી છે. 4 નગરપાલિકાઓને રૂ.4.25 કરોડ ની વિકાસ સહાય મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.