Not Set/ આજે સુરતમાં હાર્દિકની જનક્રાંતિ મહા-રેલી. જાણો શું છે આયોજન?

સુરત, રાજકોટમાં સભા સબોધ્યા બાદ આજે પાટીદારોના ગઢ ગણાતા સુરતમાં હાર્દિક પટેલ રેલી અને સભા સંબોધસે, આ કાર્યક્રમમાં ભારે ભીડ ઉમટે તેમાં કોઈ નવાઈ નથી, હાલમાં હાર્દિક પટેલની સભા દેશના કોઈ પણ રાજકીય નેતા કરતા વધારે સફળ થતી જોવા મળે છે. સવારે ૯ વાગ્યે કટારગામના ગજેરા સર્કલ પાસેથી રેલીની શરૂઆત થશે જેમાં માહિતી મુજબ ૫૦૦૦ […]

Top Stories
hardik patel આજે સુરતમાં હાર્દિકની જનક્રાંતિ મહા-રેલી. જાણો શું છે આયોજન?

સુરત,

રાજકોટમાં સભા સબોધ્યા બાદ આજે પાટીદારોના ગઢ ગણાતા સુરતમાં હાર્દિક પટેલ રેલી અને સભા સંબોધસે, આ કાર્યક્રમમાં ભારે ભીડ ઉમટે તેમાં કોઈ નવાઈ નથી, હાલમાં હાર્દિક પટેલની સભા દેશના કોઈ પણ રાજકીય નેતા કરતા વધારે સફળ થતી જોવા મળે છે.

સવારે ૯ વાગ્યે કટારગામના ગજેરા સર્કલ પાસેથી રેલીની શરૂઆત થશે જેમાં માહિતી મુજબ ૫૦૦૦ બાઈક,૫૦૦ કાર અને ૫૦ રીક્ષા હશે.આ રેલી સુરતના પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારની ૬ વિધાનસભા બેઠકો કાટારગામ,સુરત-નોર્થ,કરંજ,વરાછા,કમરેજ અને ઓલપૅડ પરથી પસાર થશે,અને આખરમાં યોગી ચોક ખાતે સભા સંબોધીને રેલીનું સમાપન કરવામાં આવશે, યોગી ચોકમાં અંદાજે ૧૦૦૦૦૦થી પણ વધારે સંખ્યામાં લોકો ઉમટી શકે તેમ છે.

સુરત અને ઉત્તર ગુજરાતમાં થી હાર્દિક પટેલને પહેલે થીજ મોટું સમર્થન મળી રહ્યું છે.રેલી માટે કરેલી અરજીમાં ૩૦ કી.મી માટે ની પરમીસનની માંગ પાસ દ્વારા પોલીસ અધિકારી પાસે કરવામાં આવી છે.