Not Set/ આઝાદીના વર્ષો બાદ પણ લોકો વિજળીથી વંચિત,બાળકો કોર્ટની લાઈટ નીચે અભ્યાસ કરવા મજબૂર

અરવલ્લી દેશ 72મો સ્વાતંત્રતા પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે હજુ પણ કેટલાય વિસ્તારોમાં જીવન જરૂરિયાતની પ્રાથમિક સુવિધા મળી નથી. અરવલ્લીના ધનસુરા કોર્ટ પાસેના ઝૂપડપટ્ટી વિસ્તારમાં આઝાદીના 72 વર્ષ બાદ પણ વિજળી મળી નથી. જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં રહેતા નાના બાળકોને અભ્યાસ માટે બાજુમાં આવેલી કોર્ટના થાંભલાનો સહારો […]

Top Stories Gujarat Others Trending
fe 7 આઝાદીના વર્ષો બાદ પણ લોકો વિજળીથી વંચિત,બાળકો કોર્ટની લાઈટ નીચે અભ્યાસ કરવા મજબૂર

અરવલ્લી

દેશ 72મો સ્વાતંત્રતા પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે હજુ પણ કેટલાય વિસ્તારોમાં જીવન જરૂરિયાતની પ્રાથમિક સુવિધા મળી નથી. અરવલ્લીના ધનસુરા કોર્ટ પાસેના ઝૂપડપટ્ટી વિસ્તારમાં આઝાદીના 72 વર્ષ બાદ પણ વિજળી મળી નથી. જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ વિસ્તારમાં રહેતા નાના બાળકોને અભ્યાસ માટે બાજુમાં આવેલી કોર્ટના થાંભલાનો સહારો લેવો પડી રહ્યો છે. સરકાર દ્વારા ચારે કોર વિકાસ.. વિકાસ.. ની વાતો જોરશોરથી પોકારવામાં આવી રહી છે અને બાળકોના અભ્યાસ માટે મોટા મોટા તાયફાઓ કરવામાં આવે છે જુદા જુદા સૂત્રો આપવામાં આવે છે.

fe 8 આઝાદીના વર્ષો બાદ પણ લોકો વિજળીથી વંચિત,બાળકો કોર્ટની લાઈટ નીચે અભ્યાસ કરવા મજબૂર

સૌ ભણે સૌ આગળ વધે.પણ ધનસુરામાં કોર્ટની બાજુમાં આવેલ જુપડ પટ્ટીમાં વસવાટ કરતા આ બાળકો ભણવા માટે કોર્ટમાં લગાવેલ  લાઇટના થાભંલાનો સહારો લે છે. તો શું આવી રીતે ભણશે ગુજરાત….???? આવી રીતે આગળ વધશે ગુજરાત….??? જેવા જુદા જુદા સવાલો ઉઠી રહ્યા છે.

fe 9 આઝાદીના વર્ષો બાદ પણ લોકો વિજળીથી વંચિત,બાળકો કોર્ટની લાઈટ નીચે અભ્યાસ કરવા મજબૂર

જયારે બીજી તરફ અહીં  વસવાટ કરતા લોકો આ અંધારાની ગુલામી માંથી મુક્ત થાય અને તે અજવાળામાં આવે અને તેમના ઘરે લાઈટ આવે તેવી માંગ કરી રહ્યા છે.