Not Set/ કોરોનાની ત્રીજી લહેર પર સરકારે બતાવી લીલીઝંડી, કહ્યું ભારત માટે આવતા ૧૦૦ દિવસ મહત્વના

નિતી આયોગના સદસ્ય ડો. વી.કે. પોલનું કહેવુ છે કે દુનિયાના અનેક દેશોમાં કોરોનની ત્રીજી લહેર આવી ચૂકી છે. કારણ કે હાલમાં દુનિયાભરમાં ૩.૯૦ લાખ કેસ નોંધાઇ રહ્યા છે. જ્યારે કોરોનાની બીજી લહેર દરમિયાન નવ લાખ કેસ સામે આવી રહ્યા હતા. હવે ત્રીજી લહેર જોવાઇ રહી છે

Top Stories India
sars cov 2 virus 3 કોરોનાની ત્રીજી લહેર પર સરકારે બતાવી લીલીઝંડી, કહ્યું ભારત માટે આવતા ૧૦૦ દિવસ મહત્વના

કોરોના સંક્રમણને લઇને આવતા ૧૦૦ દિવસ ભારત માટે મહત્વના છે. ત્રીજી લહેરની વચ્ચે સરકારે ચેતવણી આપતાં આ વાત કરી છે. સરકારે કહ્યુ કે કેટલાય દેશોની હાલત બગડી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે. મોટી વસ્તિ વાયરસથી સંક્રમિત થવાનો ખતરો છે. અને હર્ડ ઇમ્યુનિટી પણ હજુ ઘણી દુર છે. જો કે ભારતમાં કોરોના વાયરસના કેસો ઓછા થવાનું નામ લેતા નથી ત્યાં ત્રીજી લહેરની જાણે કે શરૂઆત થઇ ચૂકી છે. ત્રીજી લહેરની કહેર બાળકો પર કહેર બનીને વરસી રહી છે. જેમાં મોટી સંખ્યામાં બાળકો બિમાર થઇ રહ્યા છે. પાંડુચેરીમાં આવા કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં એક સાથે વધારે બાળકો બિમાર પડી રહ્યા છે. જો કે કેટલાક રાજ્યોમાં લોકો કપ્પા વેરીઅંટને લીધે પણ ચિંતામાં છે.

sars cov 2 virus 6 કોરોનાની ત્રીજી લહેર પર સરકારે બતાવી લીલીઝંડી, કહ્યું ભારત માટે આવતા ૧૦૦ દિવસ મહત્વના

નિતી આયોગના સદસ્ય ડો. વી.કે. પોલનું કહેવુ છે કે દુનિયાના અનેક દેશોમાં કોરોનની ત્રીજી લહેર આવી ચૂકી છે. કારણ કે હાલમાં દુનિયાભરમાં ૩.૯૦ લાખ કેસ નોંધાઇ રહ્યા છે. જ્યારે કોરોનાની બીજી લહેર દરમિયાન નવ લાખ કેસ સામે આવી રહ્યા હતા. હવે ત્રીજી લહેર જોવાઇ રહી છે ત્યારે આપણે એ નક્કી કરવા માટે આગળ આવવું પડશે કે ત્રીજી લહેરની અસર ભારત પર ન પડે. તો દેશમાં કોરોનાના કપ્પા વેરીઅંટના લીધે પણ લોકો ચિંતામાં છે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાંથી કપ્પા વેરીઅંટના કેસો સામે આવ્યા છે. આ પહેલાં યુપીમાં કપ્પા વેરીઅંટના બે કેસો આવી ચૂકયા છે. તેવામાં કપ્પા વેરીઅંટને લઇને લોકોમાં નવા નવા સવાલો થઇ રહયા છે.

૨૦૨૦માં મળ્યું હતું કોરોનાનું કપ્પા વેરીઅંટ
ડેલ્ટા વેરીંઅટની જેમ કપ્પા પણ કોરોના વાયરસના ડબલ મ્યુટેંટ એટલે કે બે બદલાવ સામે આવ્યા છે. તેને B.1.617.1 પણ કહેવામાં આવે છે. કપ્પાને લઇને થઇ રહેલી ચિંતાઓ પર નિતિ આયોગના સદસ્ય ડો. વી.કે.પોલ પહેલાં જ નિવેદન આપી ચૂકયા છે. તેમણે કહ્યુ હતું કે આ કોરોના નવો વેરીઅંટ નથી તે પહેલાંથી જ હાજર હતો. તમને જણાવી દઇએ કે કપ્પા વેરીઅંટ સૌથી પહેલાં ઓક્ટોમ્બર ૨૦૨૦માં ભારતમાં મળી આવ્યુ હતું. પછી ચાર એપ્રિલ ૨૦૨૧ના દિવસે તેને વાયરસ ઓફ ઇંટ્રેસ્ટની શ્રેણીમાં મુકવામાં આવ્યુ હતું.

kappa 2 કોરોનાની ત્રીજી લહેર પર સરકારે બતાવી લીલીઝંડી, કહ્યું ભારત માટે આવતા ૧૦૦ દિવસ મહત્વના
શું છે કપ્પા વેરિઅંટના લક્ષણો?

કોરોનાના બાકી વેરીઅંટની જેમ કપ્પા વેરીઅંટના લક્ષણો છે. તેમાં તાવ આવવો, ખાંસી થવી, સ્વાદ અને ગંધ જતી રહેવી, કોઇને આંખોમાં પાણી આવવું, અને નાકમાંથી પાણી વહેવું, શરીર પર લાલ કલરના નિશાન બની જતા પણ જોવા મળ્યા છે. કોરોનાના કોઇ પણ વેરીઅંટથી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે.

શું છે વાયરસ ઓફ ઇંટ્રેસ્ટ? અને વાયરસ ઓફ કંસર્ન?
WHOએ હાલમાં કોરોના વાયરસના ૮ નવા વેરીઅંટને અલગ અલગ કેટેગરીમાં રાખ્યા છે. તેમાંથી ચાર વાયરસ ઓફ ઇંટ્રેસ્ટ છે. અને ચાર વાયરસ ઓફ કંસર્ન. તેમાંથી ઇંટ્રેસ્ટ કેટેગરી જેમાં કપ્પા પણ સામેલ છે. આ કેટેગરીમાં વાયરસ પર નજર રાખવામાં આવે છે અને બીજુ છે વાયરસ ઓફ કંસર્ન, તેનો મતલબ છે કે તે વાયરસ નો વેરીઅંટ ઝડપથી ફેલાઇ રહ્યો છે અને તે ચિંતાનો વિષય છે. તેમાં આલ્ફા,બીટા, ગામા અને ડેલ્ટા સામેલ છે.
kappa 1 કોરોનાની ત્રીજી લહેર પર સરકારે બતાવી લીલીઝંડી, કહ્યું ભારત માટે આવતા ૧૦૦ દિવસ મહત્વના

વૈજ્ઞાનિકો રાખે છે આ શ્રેણી પર નજર
તમે એ પણ જાણી લો કે વાયરસના સ્ટ્રક્ચરમાં બદલાવ આવે છે અને તેનો વર્તાવ બાકીના વાયરસ કરતાં અલગ હોય છે. તો તેના પર નજર રાખવામાં આવે છે. તેવામાં જે નવો વેરીઅંટ આવે છે. અને સંક્રમણ ફેલાવે છે. તો તેવા વાયરસ પર નજર રાખવામાં આવે છે. તેવા કોઇ પણ વાયરસ પર નજર રાખવા માટે તેને વેરીઅંટ ઓફ ઇંટ્રેસ્ટની શ્રેણીમાં મુકવામાં આવે છે. આ શ્રેણીમાં આવવાનો મતલબ તે વૈજ્ઞાનિકોની નજરમાં છે. અને તેના પર કલીનિકલ ડેટા જમા કરવામાં આવે છે. તેનો સંક્રમણ દર કેટલો છે ? તે કેટલો ઘાતક છે ? આ બધુ જોવામાં આવે છે.