Not Set/ આનંદીબહેન પટેલ આગામી ચૂંટણી નહીં લડે, અમિત શાહને પત્ર લખી કરી જાણ

અમદાવાદ: ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે આગામી વિધાનસભા નહીં લડવાની જાહેરાત કરી છે.આનંદી બહેન પટેલે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને પત્ર લખીને જાણ કરી છે કે તે આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડે. ચૂંટણી નહીં લડવા માટેનું કારણ આપતાં આનંદીબહેને પત્રમાં જણાવ્યું છે કે ભાજપની 75 વર્ષ પછી પદ કે હોદ્દા પર નહીં રહેવાની નીતિના કારણે […]

India
anandiben patel amit shah આનંદીબહેન પટેલ આગામી ચૂંટણી નહીં લડે, અમિત શાહને પત્ર લખી કરી જાણ

અમદાવાદ: ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે આગામી વિધાનસભા નહીં લડવાની જાહેરાત કરી છે.આનંદી બહેન પટેલે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને પત્ર લખીને જાણ કરી છે કે તે આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડે.

ચૂંટણી નહીં લડવા માટેનું કારણ આપતાં આનંદીબહેને પત્રમાં જણાવ્યું છે કે ભાજપની 75 વર્ષ પછી પદ કે હોદ્દા પર નહીં રહેવાની નીતિના કારણે આગામી 2017ની વિધાનસભાની ચૂંટણી તે લડવા માંગતા નથી.

પક્ષ પ્રમુખ અમિત શાહને પત્રમાં આનંદીબહેને તેમનો મતવિસ્તાર ઘાટલોડિયામાંથી અન્ય કોઇ સ્થાનિક કાર્યકરને ટીકીટ આપવાની પણ વિનંતી કરી છે.

પત્રમાં આનંદીબહેને ચૂંટણી નહીં લડવાની જાણ કરવાની સાથે સાથે પક્ષમાં સામાન્ય કાર્યકર તરીકે આજીવન કામ કરવાની પણ તૈયારી બતાવી છે.

31 વર્ષથી ભાજપમાં કામ કરી રહેલાં આનંદીબહેને જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે પણ આગામી ચૂંટણી નહીં લડવાના સંકતો આપ્યા હતા