Not Set/ આ તે કેવી અબળા મહિલા સાથે બરબરતા, વીડિયો જોઇ તમારા પણ રુવાંટા ઉભા થઇ જશે…

ગુજરાત એક એવુ રાજ્ય જે મહિલાઓ માટે સૌથી વધુ સુરક્ષિત ગણાય છે. પરંતુ આ જ ગુજરાતના એક શહેરમાં મહિલા સાથે જાહેરમાં જે વર્તન થયું તે દિલને હચમચાવી દેનારૂ છે. વાત છે છોટાઉદેપુરની, જ્યાં એક મહિલાને માર મારતો વીડિયો વાયરલ થયો. આ વીડિયોના અમુક દ્રશ્યો અમે તમને બતાવી શકીએ તેમ નથી. આ વીડિયોને બ્લર કર્યા વગર પણ […]

Gujarat Others
d3c41a0d23f0c54e72eddaf530157647 આ તે કેવી અબળા મહિલા સાથે બરબરતા, વીડિયો જોઇ તમારા પણ રુવાંટા ઉભા થઇ જશે...

ગુજરાત એક એવુ રાજ્ય જે મહિલાઓ માટે સૌથી વધુ સુરક્ષિત ગણાય છે. પરંતુ આ જ ગુજરાતના એક શહેરમાં મહિલા સાથે જાહેરમાં જે વર્તન થયું તે દિલને હચમચાવી દેનારૂ છે. વાત છે છોટાઉદેપુરની, જ્યાં એક મહિલાને માર મારતો વીડિયો વાયરલ થયો. આ વીડિયોના અમુક દ્રશ્યો અમે તમને બતાવી શકીએ તેમ નથી. આ વીડિયોને બ્લર કર્યા વગર પણ અમે તમને બતાવી શકીએ તેમ નથી. જો કે વીડિયોને બ્લર કર્યા બાદ પણ લોકોની બર્બરતા સાફ દેખાઇ છે.

દ્રશ્યમાન છે કે, એક મહિલાને કેટલાક શખ્સોએ પકડી રાખી છે. અને અન્ય લોકો આ મહિલાને બેરહેમીથી માર મારી રહ્યા છે.  તો તમાશો જોવા અનેક લોકો આસપાસ ઉભા છે. પરંતુ મહિલાને બચાવવાને બદલે લોકો વીડિયો બનાવામાં વ્યસ્ત છે. હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે બે શખ્સો મહિલાની ડંડાથી પીટાઇ કરી. હાલ આ મહિલાને શા માાટે તાલિબાની સજા આપવામાં આવી રહી છે તે જાણવા મળ્યું નથી પરંતુ આ વીડિયો ગુજરાત મદ્યપ્રદેશના સરહદી વિસ્તારનો હોવાનું અનુમાન છે. વીડિયો વાયરલ થતા જ પોલીસે તપાસ તેજ કરી છે. જો કે મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું… 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….