Not Set/ કચ્છનાં હમીપરમાં કોળ -રાજપૂત જૂથ વચ્ચે હિચકારી અથડામણ, રાજપૂર પરિવારનાં 5 લોકોની હત્યાથી સમગ્ર પંથકમાં હાહાકાર

કચ્છ જીલ્લાના રાપર તાલુકાનાં હમીપર ગામે જૂથ અથણામણની ઘટના બની છે.હમીપર ગામે કોળી અને રાજપૂત જૂથ વચ્ચે જૂની આદાવત મામલે આ અથડામણ થઇ હોવાની વિગતો સામે આવી રહી છે, જો કે , પ્રાપ્ત વિગતો મુજબ જૂની અદાવતમાં બને જૂથ વચ્ચે સમાધાન પણ થઇ ગયુ હતું. આ જ મામલે આજે ફરી તણખા જરતા અચાનક જ કોળી અને […]

Gujarat Others
2674046bc61ae699ececc8fa77b6d5d5 1 કચ્છનાં હમીપરમાં કોળ -રાજપૂત જૂથ વચ્ચે હિચકારી અથડામણ, રાજપૂર પરિવારનાં 5 લોકોની હત્યાથી સમગ્ર પંથકમાં હાહાકાર

કચ્છ જીલ્લાના રાપર તાલુકાનાં હમીપર ગામે જૂથ અથણામણની ઘટના બની છે.હમીપર ગામે કોળી અને રાજપૂત જૂથ વચ્ચે જૂની આદાવત મામલે આ અથડામણ થઇ હોવાની વિગતો સામે આવી રહી છે, જો કે , પ્રાપ્ત વિગતો મુજબ જૂની અદાવતમાં બને જૂથ વચ્ચે સમાધાન પણ થઇ ગયુ હતું. આ જ મામલે આજે ફરી તણખા જરતા અચાનક જ કોળી અને રાજપૂત જૂથો સામસામે આવી જતા ઘાતક હથીયારો ઉડ્યા હતા. અથડામણમાં રાજપૂત જૂથનાં એક જ પરિવારનાં 5 લોકોની હત્યા થઇ છે. એક પરિવારનાં એક સાથે પાંચ-પાંચ લોકોની હત્યાનાં પગલે સમગ્ર પંથમા હાહકાર મચી જવા પામ્યો છે. અથડામણમાં સામેલ કોળી જૂથ હત્યા કર્યા બાદ નાસી છુટ્યું હોવાનું સામે આવી રહ્યું છે. 

હમીપરમાં એક સાથે પાંચ હત્યામાં પરિણમતી જૂથ અથડામણની વિગતો સામે આવતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જો કે, હત્યા બાદ કોળી જૂથ નાસી છુટવામાં સફળ રહ્યું હોય, પોલીસ દ્વારા તમામ હત્યામાં સામેલ તમામ લોકોને ઝડપી લેવા માટેનાં ચક્રો ગતીમાન કરી દેવામાં આવ્યા છે. જૂથ અથડામણમાં એક જ પરિવારનાં પાંચ લોકોની હત્યાની સાથે સાથે અનેક લોકોને નાની મોટી ઇજાઓ પણ થઇ હોવાની વિગતો સામે આવી રહી છે.

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન