Not Set/ કચ્છ/ માંડવીમાં કોરોના કેસની તુલનામાં મૃત્યુ આંક ઊંચો કેમ…?

  કચ્છમાં કોરોના મહામારીનો ગ્રાફ દિવસે દિવસે ઊંચકાઇ રહ્યો છે.  જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 900 ની નજીક છે.  તેવામાં બંદરિય શહેર માંડવીની મંતવ્ય ન્યૂઝની ટીમે મુલાકાત લઈ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મેળવ્યો હતો.  બંદરિય શહેર માંડવીમાં પોઝિટિવ કેસો ઓછા નોંધાયા છે,  પરંતુ મૃત્યુઆંક વધુ છે જે ચિંતાજનક છે. માંડવી શહેર દરિયાકાંઠે આવેલું છે.  લોકડાઉનના સમય દરમ્યાન […]

Gujarat Others
e37ea5c33fb678257fb0fb14d5f8a7de કચ્છ/ માંડવીમાં કોરોના કેસની તુલનામાં મૃત્યુ આંક ઊંચો કેમ...?
 

કચ્છમાં કોરોના મહામારીનો ગ્રાફ દિવસે દિવસે ઊંચકાઇ રહ્યો છે.  જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 900 ની નજીક છે.  તેવામાં બંદરિય શહેર માંડવીની મંતવ્ય ન્યૂઝની ટીમે મુલાકાત લઈ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મેળવ્યો હતો.  બંદરિય શહેર માંડવીમાં પોઝિટિવ કેસો ઓછા નોંધાયા છે,  પરંતુ મૃત્યુઆંક વધુ છે જે ચિંતાજનક છે.

માંડવી શહેર દરિયાકાંઠે આવેલું છે.  લોકડાઉનના સમય દરમ્યાન માંડવી શહેર અને તાલુકામાં જિલ્લા બહારથી વતનીઓ આવ્યા હતા.  જેને લઈને કેસો નોંધાયા હતા.  જોકે લોકડાઉન બાદ છૂટછાટો વધતા કેસોનો ગ્રાફ વધ્યો છે.  માંડવીમાં સહેલાનીઓ માટે બીચ બંધ છે.  જો પ્રવાસન સ્થળો ખુલે તો કેસો વધી શકે તેમ છે.  ઓગસ્ટના પ્રથમ પખવાડિયા સુધી માંડવીમાં શહેર અને તાલુકો મળી 42 જેટલા કેસો નોંધાઈ ચુક્યા છે.

જેમાંથી છ દર્દીના મોત થયા છે જે મોટી ઉંમરના અને ગ્રામ્ય વિસ્તારના છે હાલની સ્થિતિએ 8 દર્દી હોસ્પિટલમાં દાખલ છે લોકડાઉન બાદ અનલોકમાં કેસો વધ્યા છે.  જે હકીકત છે માંડવીમાં કોડાય, મદનપુરા સહિતના ગામોમાં કેસો નોંધાયા છે.  શહેરમાં પણ બાબાવાડી સહિતના એરિયામાં કેસો આવી ચુક્યા છે.  તાલુકાની વસ્તી અંદાજે 3 લાખ જેટલી છે જોકે તકેદારીના કારણે કોરોના સંક્રમણ વધ્યું નથી ગામડાઓમાં પૂરતી ચોકસાઇ રાખવામાં આવી રહી છે.  જેને લઈને તાલુકામાં પાંચ મહિનામાં ઓછા કેસો નોંધાયા છે.  હજી પણ મહામારી ચાલુ હોઇ લોકો તકેદારી કેળવે એ જરૂરી છે

કૌશિક છાયા, કચ્છ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.