Not Set/ કયા વિવાદનાં કારણે ‘લાલ સિંહ ચઢ્ઢા’ આમિર ખાન સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે ટ્રોલ

લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ માટે તુર્કી ગયેલ આમિર ખાન તુર્કીનાં ફર્સ્ટ લેડીને મળ્યો હતો. આમિર ખાનની તુર્કીનાં ફર્સ્ટ લેડી સાથેની મુલાકાત આમિર માટે મોટી મુસીબત સાબિત થઇ રહી છે. જી હા, તુર્કી ભારત વિરોધી હોવાને કારણે આમિર ખાન તુર્કીનાં ફર્સ્ટ લેડીને મળ્યો તે વાત સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહી છે.  વાત જાણે એમ છે કે, બોલિવુડમાં મીસ્ટર પર્ફેક્ટ […]

Uncategorized
1de85e4cb4a5c4e0dd9ea8bbd0041082 કયા વિવાદનાં કારણે 'લાલ સિંહ ચઢ્ઢા’ આમિર ખાન સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે ટ્રોલ

લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ માટે તુર્કી ગયેલ આમિર ખાન તુર્કીનાં ફર્સ્ટ લેડીને મળ્યો હતો. આમિર ખાનની તુર્કીનાં ફર્સ્ટ લેડી સાથેની મુલાકાત આમિર માટે મોટી મુસીબત સાબિત થઇ રહી છે. જી હા, તુર્કી ભારત વિરોધી હોવાને કારણે આમિર ખાન તુર્કીનાં ફર્સ્ટ લેડીને મળ્યો તે વાત સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહી છે. 

વાત જાણે એમ છે કે, બોલિવુડમાં મીસ્ટર પર્ફેક્ટ કે પર્ફેક્ટનીસ્ટ તરીખે જાણીતા અમિર ખાનને પોતાની ઇમેજ ને પર્ફેક્ટલી હેન્ડલ કરવામાં લોચો મારી દીધો હોય તેવુ સોશિયલ મીડિયામાં ટ્રોલ ટ્રેન્ડ પરથી લાગી રહ્યું છે. જી હા, પોતાની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ માટે આઉટ ડોર લોકેશન માટે તુર્કી ગયેલા અમિર ખાને તુર્કીના પાટનગર ઈસ્તંબુલ સ્થિત રાષ્ટ્રપતિ ભવન હુબેર મેન્શનમાં તુર્કીના રાષ્ટ્રપતિની પત્ની એમીન અર્દોઆન સાથે મુલાકાત કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, તર્કી હાલનાં સમયે પાકિસ્તાન સહિત ચિનનાં ખોડે બેસેલું એક કરતા વધારે અનેક વાર જોવામાં આવ્યું છે. ખાસ કરીને કોરોના કાળમાં અને તેમા પણ કાશ્મીર મામલે તુર્કી દ્વારા એક કરતા વધુ વખત વિવાદીત નિવેદનો આપવામાં આવ્યા હતા તે હકીકતો વિદિત છે. આજ કારણ છે કે, ભારતનાં લોકો માટે તુર્કી અડખામણું બની ગયુ છે. અને આવા સમયે પોતાનાં કામથી કામ ન રાખીને આમિર ખાન દ્વારા તુર્કીના રાષ્ટ્રપતિની પત્ની મુલાકાત લેવામાં આવતા આમિર ફસાયો છે. અને ટ્રેલ થઇ રહ્યો છે.

આમિર ખાનને હું 3 ખાનમાંથી 1 મસ્કેટિઅર સાબિત કરવામાં સફળ થયો ? : ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી. આમિર પર નિશાન તાકતા ભાજપનાં ફાયરબ્રાન્ડ નેતા સ્વામીએ આ રીતે આમિરનો કાન મરડ્યો છે.

 

તો સાથે સાથે જ હિંદુ + મુસ્લિમ = મુસ્લિમ. આ તો કટ્ટરપંથી છે. : કંગના રનૌત. આવો ટોણો મારતા કંગના રનૌત દ્વારા પણ મિસ્ટર પર્ફેક્ટનીસ્ટ પર નિશાન સાધવામાં આવ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews