Not Set/ અમદાવાદ શહેરમાંથી બોગસ પાસપોર્ટનું કૌભાંડ ઝડપાયું, ભેજાબાજ કોણ તે શોધી રહી છે પોલીસ…

અમદાવાદ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બોગસ પાસપોર્ટ નું કૌભાંડ ઝડપાયું છે. બનવટી પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવી તેમાં બોગસ સ્ટેમ્પઈંગ કર્યાની હકીકત બહાર આવતા પોલીસે ભેજાબાજની ધરપકડ કરી છે અને પોર્ટુગીઝનો બનાવટી પાસપોર્ટ તથા અને મુદ્દામાલ જપ્ત કરી હકીકત ના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.  પોલીસે ગિરફમાં લીધેલા યુવકનું નામ ધાર્મિક પટેલ છે. આ આરોપી મૂળ આણંદ જિલ્લાના […]

Ahmedabad Gujarat
206d3169cbcb41973c5d8f38ae5605ef અમદાવાદ શહેરમાંથી બોગસ પાસપોર્ટનું કૌભાંડ ઝડપાયું, ભેજાબાજ કોણ તે શોધી રહી છે પોલીસ...
206d3169cbcb41973c5d8f38ae5605ef અમદાવાદ શહેરમાંથી બોગસ પાસપોર્ટનું કૌભાંડ ઝડપાયું, ભેજાબાજ કોણ તે શોધી રહી છે પોલીસ...

અમદાવાદ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બોગસ પાસપોર્ટ નું કૌભાંડ ઝડપાયું છે. બનવટી પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવી તેમાં બોગસ સ્ટેમ્પઈંગ કર્યાની હકીકત બહાર આવતા પોલીસે ભેજાબાજની ધરપકડ કરી છે અને પોર્ટુગીઝનો બનાવટી પાસપોર્ટ તથા અને મુદ્દામાલ જપ્ત કરી હકીકત ના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે. 

પોલીસે ગિરફમાં લીધેલા યુવકનું નામ ધાર્મિક પટેલ છે. આ આરોપી મૂળ આણંદ જિલ્લાના વિદ્યાનગર નો રહેવાસી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તે UK ખાતે રહેતો હતો. યુકેમાં ધાર્મિકે પોર્ટુગીઝનો બનાવટી પાસપોર્ટ બનાવ્યો હતો. આરોપીનું કહેવું છે કે તેનો ભારતીય પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાથી તેણે આ કૃત્ય આચર્યું હતું. 

આજ થી સાત મહિના પહેલા 20 જાન્યુઆરીએ આરોપી ધાર્મિક UK થી વાઈટ પાસપોર્ટના આધારે ભારત આવ્યો હતો. અને ત્યારબાદ લંડનમાં બનાવેલા બોગસ પાસપોર્ટ પર ઈમિગ્રેશનના સિક્કા લગાવી ફરીથી વિદેશ પરત જવા માટે એપ્લાય કર્યું. હાલો ધાર્મિકના પોર્ટુગીઝ પાસપોર્ટને જોતા FRRO ડિપાર્ટમેન્ટના ઈમિગ્રેશન ઓફિસરને શંકા ગઈ અને તપાસમાં પોર્ટુગીઝ પાસપોર્ટ અને સિક્કા નકલી હોવાનું બહાર આવ્યું. જેથી ઇમિગ્રેશન ઓફિસર દ્વારા આરોપી ધાર્મિક પટેલ ના વિરુદ્ધમાં નકળી સરકારી દસ્તાવેજો બનાવવા અને છેતરપિંડી કરવા બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ધાર્મિક પટેલે એન્ડ્રુઝ ના નામનો પાસપોર્ટ બનાવ્યો હતો. 

હાલ તો પોલીસે ધાર્મિક પટેલને ઝડપી લઇ નકલી પાસપોર્ટના કૌભાંડના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે. જેમાં પોલીસને શંકા છે કે નકલી પોર્ટુગીઝ પાસપોર્ટ ના કૌભાંડમાં અન્ય લોકો પણ સંડોવાયેલા છે. નોંધનીય છે કે , નકલી પાસપોર્ટ બનાવતા શખ્સો કોણ છે? અને ધાર્મિક જેવા અને કેટલા લોકોને તેમણે આવા બોગસ પાસપોર્ટ બનાવી આપ્યા છે તે જાણવા પોલીસે ગુપ્ત રાહે ઘનિષ્ઠ કાર્યવાહી હાથ ધરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews