Not Set/ કાળમુખા કોરોનાની દહેશતથી જૂનાગઢમાં હજારો લોકોને કરાયા કોરન્ટાઇન….

ઉલ્લેખનીય બાબત છે કે, જે જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ ન હતો ત્યાં આચાનક એક બાદ એક કરીને ચાર કેસ સામે આવી ગયા હોવાના કારણે હાહાકાર જોવામા આવી રહ્યો છે. જી હા વાત થઇ રહી છે જૂનાગઢ જીલ્લાની  જૂનાગઢમાં કોરોનાની એન્ટ્રી સાથે જ તંત્ર એલર્ટ થઇ ગયુ હતુ અને દોડતુ પણ થઇ ગયુ હતુ. જીલ્લામાં […]

Gujarat Others
b70c40b19744ec37a565e1c06f5ee96d કાળમુખા કોરોનાની દહેશતથી જૂનાગઢમાં હજારો લોકોને કરાયા કોરન્ટાઇન....

ઉલ્લેખનીય બાબત છે કે, જે જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ ન હતો ત્યાં આચાનક એક બાદ એક કરીને ચાર કેસ સામે આવી ગયા હોવાના કારણે હાહાકાર જોવામા આવી રહ્યો છે. જી હા વાત થઇ રહી છે જૂનાગઢ જીલ્લાની  જૂનાગઢમાં કોરોનાની એન્ટ્રી સાથે જ તંત્ર એલર્ટ થઇ ગયુ હતુ અને દોડતુ પણ થઇ ગયુ હતુ. જીલ્લામાં એક પ્રકારની દહેશત જોવામાં આવી રહી છે. અને  જૂનાગઢ જિલ્લામાં કોરોના વાયરસની દહેશતના પગલે 15 હજારથી વધુ લોકો હાલ કોરોન્ટાઈન હેઠળ છે. જી હા, જીલ્લા તંત્ર દ્વારા તકેદારીના ભાગ રુપે 6752 મહિલા અને 8335 પુરુષો હાલ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. 

કોરોના શંકાસ્પદ 8 લોકોના સેમ્પલ પણ લેવાયા હતા. જો કે, સેમ્પલ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જુનાગઢ જિલ્લામાં અત્યાર સુધી બે એકટીવ કેસ છે, જ્યારે બે કેસમાં દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવતા તામામને રજા અપાય છે. જો કે કુલ પોઝિટિવ કેસ જીલ્લામાં 4 નોંધવામાં આવ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન.