Not Set/ કેન્દ્ર સરકાર દ્વારા ૧૧.૪૪ લાખથી વધારે PAN Card નિષ્ક્રિય કરાયા

કેન્દ્ર સરકાર દ્વારા ૧૧.૪૪ લાખથી વધારે PAN Card નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. નાણાં રાજ્યમંત્રી સંતોષકુમાર ગંગવારે સંસદમાં જણાવ્યું છે કે, આ પગલું તે મામલે લેવામાં આવ્યું છે, જ્યાં કોઈ વ્યક્તિને એકથી વધારે PAN કાર્ડ ફાળવવામાં આવ્યા હતા…તેઓએ રાજ્યસભામાં લેખિત જવાબમાં જણાવ્યું છે કે, ‘૨૭ જુલાઈ સુધી ૧૧,૪૪,૨૧૧ એવા પાન કાર્ડને અલગ કરવામાં આવ્યા છે જે […]

India
pan કેન્દ્ર સરકાર દ્વારા ૧૧.૪૪ લાખથી વધારે PAN Card નિષ્ક્રિય કરાયા

કેન્દ્ર સરકાર દ્વારા ૧૧.૪૪ લાખથી વધારે PAN Card નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. નાણાં રાજ્યમંત્રી સંતોષકુમાર ગંગવારે સંસદમાં જણાવ્યું છે કે, આ પગલું તે મામલે લેવામાં આવ્યું છે, જ્યાં કોઈ વ્યક્તિને એકથી વધારે PAN કાર્ડ ફાળવવામાં આવ્યા હતા…તેઓએ રાજ્યસભામાં લેખિત જવાબમાં જણાવ્યું છે કે, ‘૨૭ જુલાઈ સુધી ૧૧,૪૪,૨૧૧ એવા પાન કાર્ડને અલગ કરવામાં આવ્યા છે જે પાન કાર્ડમાં એવું જાણવા મળ્યું છે કે, કોઈ એક વ્યક્તિએ જો એકથી વધારે પાન કાર્ડ બનાવડાવ્યા છે, તો હવે તેને રદ્દ કરવામાં આવશે અથવા તો તે પાન કાર્ડને નિષ્ક્રિય કરવામાં આવશે.’
તેઓએ કહ્યું છે કે, ‘પાન ફાળવણીનો નિયમ છે કે પ્રતિ વ્યક્તિ દીઠ એક પાન’ સાથે જ તેઓએ જણાવ્યું છે કે, ૨૭ જુલાઈ સુધી ૧,૫૬૬ નકલી પાનની ખાતરી કરવામાં આવી છે. તેવામાં કેટલાક લોકોનાં મનમાં આશંકા છે કે, બંધ કરવામાં આવેલ પાન કાર્ડમાં તેમનો પાન નંબર પણ સામેલ ન હોય.

આ રીતે જાણો, તમારું પાન કાર્ડ એક્ટીવ છે કે નહી
સૌથી પહેલા ઇન્કમ ટેક્સની વેબસાઈટ પર ક્લિક કરો. ત્યાર બાદ સાઈટ પર KNOW YOUR PAN ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરો. તમને જણાવી દઈએ કે, આ સાઈટ પર કોઈ પણ પ્રકારનું લોગ ઇન કરવાની જરૂર નહી પડે. KNOW YOUR PAN પર ક્લિક કર્યા બાદ એક નવી વિન્ડો ઓપન થશે. ત્યાં એક ફોર્મ મળશે. આ ફોર્મમાં પોતાનું મિડલ નેમ, સરનેમ અને ફર્સ્ટ નેમ ભરવાનું રહેશે. ધ્યાન રહે કે તમે જે નામ એન્ટર કરો છો તેનો સ્પેલિંગ તમારા પાન કાર્ડમાં રહેલા નામનાં સ્પેલિંગ જેવો જ હોવો જોઈએ. જો મિડલ નેમ નથી તો આ કોલમને ખાલી છોડી દો. પાન કાર્ડમાં આપવામાં આવેલ જન્મ તારીખ નાખો. સાથે જ મોબાઈલ નંબર વગેરે એન્ટર કરીને Submit બટન પર ક્લિક કરો. ત્યાર બાદ મોબાઈલ નંબર પર એક કોડ આવશે. અંતમાં તે કોડ નાખીને Submit પર ક્લિક કરો