Not Set/ #કોરોનાવાયરસ/ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની WHO પર લાલ આંખ, ફંડ પર લગાવી રોક

અમેરિકામાં 3 લાખથી વધુ લોકો કોરોના વાયરસ ચેપ સામે લડી રહ્યા છે. દુનિયાની મહાસત્તા ચીનની સામે લાચાર દેખાઇ રહી છે. યુ.એસ. માં કોરોનાને કારણે અત્યાર સુધી 10,000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ન્યૂયોર્કમાં 24 કલાકમાં 731 લોકોનાં મોત નીપજ્યાં છે. આવી સ્થિતિમાં હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને ચેતવણી આપી અને યુ.એસ.તરફથી આપવામાં […]

World

અમેરિકામાં 3 લાખથી વધુ લોકો કોરોના વાયરસ ચેપ સામે લડી રહ્યા છે. દુનિયાની મહાસત્તા ચીનની સામે લાચાર દેખાઇ રહી છે. યુ.એસ. માં કોરોનાને કારણે અત્યાર સુધી 10,000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ન્યૂયોર્કમાં 24 કલાકમાં 731 લોકોનાં મોત નીપજ્યાં છે. આવી સ્થિતિમાં હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને ચેતવણી આપી અને યુ.એસ.તરફથી આપવામાં આવતા ભંડોળ પર રોક લગાવી દીધી.

યુએસ રાટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વિટ દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) પર નિશાન સાધ્યું છે અને તેમના પર ચીન કેન્દ્રિત હોવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, ડબ્લ્યુએચઓએ ખરેખર ભૂલ કરી છે. તેમણે લખ્યું છે કે, યુ.એસ. સંસ્થાને સૌથી વધુ ભંડોળ આપે છે, પરંતુ તેમ છતાં, તેમને ખોટી સલાહ આપવામાં આવી. ડબ્લ્યુએચઓ પર ચીન કેન્દ્રિત હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે અમે તેને સારી રીતે જોઇશું.

ટ્રમ્પે કહ્યું કે, તે સારું છે કે મેં ચીન માટે તેની સરહદો ખુલ્લી રાખવા માટે ડબ્લ્યુએચઓની સલાહ ન માની. તેમણે સવાલ કર્યો કે, ડબ્લ્યુએચઓએ આટલું નબળું સૂચન કેમ કર્યું? તેમણે કહ્યું કે અમેરિકા તેને સૌથી વધુ ફંડ આપે છે, પરંતુ હવે તે થશે નહીં. તેમણે કહ્યું કે, યુ.એસ.નાં ભંડોળ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે આ પહેલીવાર નહોતું, કે ટ્રમ્પનાં નિશાના પર ડબ્લ્યુએચઓ છે. અગાઉ પણ તેમણે ડબ્લ્યુએચઓ પર નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે ડબ્લ્યુએચઓ દ્વારા કોરોના વાયરસ મુદ્દા માટે ચીનની પ્રશંસાને લઇને કહ્યુ હતુ કે તેઓ ચીનનો પક્ષ લે છે. આપને જણાવી દઈએ કે અમેરિકામાં કોરોના વાયરસનાં કેસ 3.5 લાખ સુધી પહોંચી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.