Not Set/ #કોરોનાવાયરસ/ વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત, મોતનો આંકડો 1 લાખને વટાવી ગયો

કોરોના વાયરસનાં ચેપથી વિશ્વભરમાં મૃત્યુઆંક 1,00,000 ને વટાવી ગયો છે. શુક્રવારની રાત સુધીમાં 1,00,450 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં 16,67,000 લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. 3,70,000 લોકો સ્વસ્થ થયા છે અને 11,96,000 લોકોની સારવાર કરવામાં આવી રહી છે. ભારતમાં 6,761 લોકો ચેપગ્રસ્ત છે અને 206 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાથી […]

World

કોરોના વાયરસનાં ચેપથી વિશ્વભરમાં મૃત્યુઆંક 1,00,000 ને વટાવી ગયો છે. શુક્રવારની રાત સુધીમાં 1,00,450 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં 16,67,000 લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. 3,70,000 લોકો સ્વસ્થ થયા છે અને 11,96,000 લોકોની સારવાર કરવામાં આવી રહી છે. ભારતમાં 6,761 લોકો ચેપગ્રસ્ત છે અને 206 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાથી ચેપનાં 896 નવા કેસો નોંધાયા છે અને દેશમાં 37 મૃત્યુ થયા છે.

કોરોના રોગચાળાથી છેલ્લા 24 કલાકમાં યુ.એસ. માં 1,783 લોકો મોતને ભેટી ચુક્યા છે. બ્રિટનમાં 980, સ્પેનમાં 605 અને બેલ્જિયમમાં 496 લોકોનો જીવ 24 કલાકમાં ગયો છે. ઇટાલીમાં કોરોનાને કારણે 18,849 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. યુ.એસ. માં 18,110 અને સ્પેનમાં 15,970 લોકો મૃત્યુ પામ્યા છે. ફ્રાન્સમાં 13,210 લોકો મૃત્યુ પામ્યા છે. ઈરાનમાં 4,232 લોકો, ચીનમાં 3,336, જર્મનીમાં 2,607, બેલ્જિયમમાં 3,019 અને નેધરલેન્ડમાં 2,511 લોકોનાં મોત થયાં છે.

બ્રાઝિલ, સ્વિટ્ઝર્લેન્ડ અને તુર્કીમાં કોરોના વાયરસને કારણે મૃત્યુઆંક એક હજારની નજીક પહોંચી ગયો છે. આ સિવાય એક્વાડોર, સ્વીડન, પોર્ટુગલ, ઓસ્ટ્રિયા, આયર્લેન્ડ, રોમાનિયા, ડેનમાર્ક, પોલેન્ડ, ભારત, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, અલ્જીરીયા, ઇજિપ્તમાં હજારો લોકો ચેપગ્રસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.