Not Set/ કોરોના ઇફેક્ટ/ સુરતમાં કેટરિંગના વેપારને 3500 કરોડનું નુકશાન સાથે 10 હજારથી વધુ બેરોજગાર

છેલ્લા 23 માર્ચથી જ દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ ચાલુ છે. આ પરિસ્થિતિ વચ્ચે તમામ વ્યવસાયો બંધ થઇ જવા પામ્યા છે. જેમાં આજે આપણે એક ખાસ વ્યવસાય જે લગ્ન સાથે જોડાયેલો છે તેની વાત કરીશું. લોકડાઉનની સ્થિતિમાં લગ્નો કેન્સલ થવાને કારણે અનેક લોકોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. સુરત ખાતે 23 માર્ચના રોજથી સરકાર દ્વારા લોકડાઉન […]

Gujarat Surat
65da9b67a793e533b402a7e4d3a21b13 કોરોના ઇફેક્ટ/ સુરતમાં કેટરિંગના વેપારને 3500 કરોડનું નુકશાન સાથે 10 હજારથી વધુ બેરોજગાર

છેલ્લા 23 માર્ચથી જ દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ ચાલુ છે. આ પરિસ્થિતિ વચ્ચે તમામ વ્યવસાયો બંધ થઇ જવા પામ્યા છે. જેમાં આજે આપણે એક ખાસ વ્યવસાય જે લગ્ન સાથે જોડાયેલો છે તેની વાત કરીશું. લોકડાઉનની સ્થિતિમાં લગ્નો કેન્સલ થવાને કારણે અનેક લોકોને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

સુરત ખાતે 23 માર્ચના રોજથી સરકાર દ્વારા લોકડાઉન શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારથી લઇને આજ સુધીમાં હજ્જારો લગ્નો રદ્દ થયા છે. ત્યારે આ લગ્નો રદ્દ થયા છે. ત્યારે આ લગ્નમાં એક સાથે અનેક વ્યવસાયી જોડાયેલા હોય છે. જેમાં પ્રથમ હોલ અથવા પાર્ટી પ્લોટ, મંડપ ડેકોરેશન, ઇવેન્ટ મેનેજર, બગી, બેન્ડ વાજા, ડીજે, કેટરર્સ વગેરે લોકો એક લગ્ન સાથે સંકળાયેલા હોય છે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની શરૂઆતથી લઇને અત્યાર સુધી લોકડાઉન રહેવાને કારણે લગ્નોની સીઝનનો અંત આવી ગયો છે. છેલ્લા ત્રણ મહિનાની વાત કરવામાં આવે તો સુરતમાં આ તમામ વ્યવસાયોને 3 હજારથી લઇ 3500 કરોડનું નુકશાન થવા પામ્યું છે. અને અનેક લોકો બેરોજગાર થયા છે.

 લગ્નનું અભિન્ન અંગ જેને કહી શકાય એ વ્યવસાય એટલે કેટરિંગનો વ્યવસાય કેટરિંગના વ્યવસાયમાં આ વખતે ખાસ કરીને વૈશાખ મહિનાની સીઝન લોકડાઉનમાં વિતી જવાને કારણે વ્યવસાયને મોટનું નુકશાન થવા પામ્યું છે. કેટલાક લોકો દ્વારા તો લગ્ન પાછળ ઠેલી દેવાયા જ્યારે કેટલાક લોકો દ્વારા લગ્ન એકદમ સાદાઇથી પતાવી દેવામાં આવ્યા છે. આ વખતે લગ્ન સીઝન ફેઇલ થવાને કારણે 10 હજારથી વધુ લોકો બેકાર બન્યા છે. ત્યારે આવખતે લગ્નો રદ્દ થવાને કારણે વ્યવસાયને મોટી અસર પડવા પામી છે.

મૃતપાય અવસ્થામાં આવી ગયેલા વેપારને પાછો બેઠો કરવા માટે વેપારીએ સરકાર પાસે અપેક્ષા રાખીને બેઠા છે. સરકાર દ્વારા સહાય આપી આ વ્યવસાયને પાછો બેઠો કરવામાં આવે તો નાનો દેખાતો આ વ્યવસાય પણ ભારતની અર્થવ્યવસ્થાને બેઠી કરવામાં મદદરૂપ બની શકે છે.

ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યુઝ, સુરત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.