Not Set/ ગાંધીનગર/ ભારે ઉકળાટ બાદ પાટનગરમાં જામ્યો વરસાદી માહોલ

સમગ્ર ગુજરાતમાં હવે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં સાંજનાં સમયે વરસાદી માહોલ જોવા મળ્યો છે. કાળા ભમ્મર વાદળો સાથે મેઘાની મહેર આખરે ગાંધીનગરમાં જોવા મળી રહી છે. ગાંધીનગરમાં એક તરફ કોરોનાનાં કેસ વધી રહ્યા છે અને બીજી તરફ હવે વરસાદી માહોલ સર્જાઇ રહ્યો છે. પાટનગરમાં આજે સાંજથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળા વાદળોથી ગાંધીનગર […]

Gujarat Uncategorized
58eb7e6e1ebd00d5cc51c1ccdcdcb9b4 ગાંધીનગર/ ભારે ઉકળાટ બાદ પાટનગરમાં જામ્યો વરસાદી માહોલ

સમગ્ર ગુજરાતમાં હવે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં સાંજનાં સમયે વરસાદી માહોલ જોવા મળ્યો છે. કાળા ભમ્મર વાદળો સાથે મેઘાની મહેર આખરે ગાંધીનગરમાં જોવા મળી રહી છે. ગાંધીનગરમાં એક તરફ કોરોનાનાં કેસ વધી રહ્યા છે અને બીજી તરફ હવે વરસાદી માહોલ સર્જાઇ રહ્યો છે.

પાટનગરમાં આજે સાંજથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળા વાદળોથી ગાંધીનગર શહેરનો નજારો રમણીય બની ગયો હતો. ગાંધીનગરને ગ્રીન સીટી કહેવામાં આવે છે ત્યારે હાલનો નજારો તમને સાચા અર્થમાં ગ્રીન સીટીમાં હોવાનો અહેસાસ કરાવશે તેવો બન્યો છે. ગાંધીનગરમાં ધીમીધારે વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. તો વરસાદનાં આગમનથી વાતવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે હજુ વધુ સારો વરસાદ વરસશે તેવી સમગ્ર પંથકમાં આશ છે. 

ગાંધીનગરમાં પોણા કલાકમાં દોઢ ઇંચ ...

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 127 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જો હવામાન વિભાગે આપેલા આંકડાની વાત કરીએ તો સૌથી વધુ જાંબુઘોડામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. ધ્રાંગધ્રા અને બરવાળામાં એક ઈંચ વરસાદ પડ્યો છે. 18 તાલુકામાં અડધાથી એક ઈંચ વરસાદ પડ્યો છે. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 8 તાલુકામાં સારો વરસાદ પડ્યો છે. આ સિવાય આજે વહેલી સવારથી માણસામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.