Not Set/ ગાંધીનગર શહેરનું આ સેકટર કન્ટેન્ટમેન્ટ એરિયામાંથી મુક્ત

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા સેકટર- ૨૯ ને કન્ટેન્ટમેન્ટ એરિયામાંથી મુક્ત કરતું જાહેરનામું આજે મહાનગરપાલિકાના કમિશનર રતનકંવર ગઢવીચારણે જાહેર કર્યું છે. મહાનગરપાલિકાના કમિશનર રતનકંવર ગઢવીચારણે જાહેરનામામાં જણાવ્યું છે કે, નોવેલ કોરોના વાઇરસ કોવિડ-૧૯ ને ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા સમયાંતરે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના સેકટર-૨૯ માં પોઝિટીવ કેસો નોંધાતા કોરોના […]

Gujarat
fb670e08736758f9d0e9b0381b559dbd ગાંધીનગર શહેરનું આ સેકટર કન્ટેન્ટમેન્ટ એરિયામાંથી મુક્ત

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા સેકટર- ૨૯ ને કન્ટેન્ટમેન્ટ એરિયામાંથી મુક્ત કરતું જાહેરનામું આજે મહાનગરપાલિકાના કમિશનર રતનકંવર ગઢવીચારણે જાહેર કર્યું છે. મહાનગરપાલિકાના કમિશનર રતનકંવર ગઢવીચારણે જાહેરનામામાં જણાવ્યું છે કે, નોવેલ કોરોના વાઇરસ કોવિડ-૧૯ ને ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા સમયાંતરે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના સેકટર-૨૯ માં પોઝિટીવ કેસો નોંધાતા કોરોના વાઇરસના સંક્રમણની ગંભીરતાને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે સરકારની માર્ગદર્શિકા મુજબ સેકટર-૨૯ ના સમગ્ર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યો હતો.

સેકટર- ૨૯ ને કન્ટેન્ટમેન્ટ એરિયા જાહેર કર્યા બાદ નિયમિત રીતે આરોગ્ય તપાસણી અને સેમ્પલીંગની કાર્યવાહી સતત ૨૮ દિવસ સુધી કરવામાં આવી છે. આ વિસ્તારમાં તા. ૨૦ મી એપ્રિલ, ૨૦૨૦ પછી કોઇપણ નવો કોરોનાનો પોઝિટીવ કેસ નોંધાયો નથી. જેથી કન્ટેન્ટમેન્ટ એરિયા ના માર્ગદર્શન મુજબ નિયંત્રણમાંથી મુક્ત કરી શકાય છે. જે અનુસંધાને મહાનગરપાલિકાના કમિશનર રતનકંવર ગઢવીચારણે આ સેકટરને કન્ટેન્ટમેન્ટ એરિયામાંથી મુક્ત કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવીમોબાઇલ એપ્લિકેશન.