Not Set/ ગુજરાત ATSને વધુ એક સફળતા : દાઉદના ખાસ શરીફ ખાનના સાગરીતની ધરપક

ગુજરાત ATSને વધુ એક મોટી સફળતા મળી છે. અંડરવર્લ્ડ ડોન દાઉદના ઈશારે કામ કરતાં શરીફ ખાનનાં સાગરીત મુંબઈના બાબુ સોલંકીની અડાલજ પાસેથી ધરપકડ કરી છે. બાતમીને આધારે ગુજરાત ATSએ ગાંધીનગરના અડાલજમાંથી કુખ્યાત આરોપી મુંબઈના બાબુ સોલંકીને દબોચી લીધો હતો. બાબુ સોલંકી શરીફ ખાનનો સાગરિત છે. અને શરીફ ખાન એ દાઉદના ઈશારે કામ કરતો હતો. વર્ષ […]

Ahmedabad Gujarat
2ea361770ce58d98c1d49e272d941982 ગુજરાત ATSને વધુ એક સફળતા : દાઉદના ખાસ શરીફ ખાનના સાગરીતની ધરપક
2ea361770ce58d98c1d49e272d941982 ગુજરાત ATSને વધુ એક સફળતા : દાઉદના ખાસ શરીફ ખાનના સાગરીતની ધરપક

ગુજરાત ATSને વધુ એક મોટી સફળતા મળી છે. અંડરવર્લ્ડ ડોન દાઉદના ઈશારે કામ કરતાં શરીફ ખાનનાં સાગરીત મુંબઈના બાબુ સોલંકીની અડાલજ પાસેથી ધરપકડ કરી છે.

બાતમીને આધારે ગુજરાત ATSએ ગાંધીનગરના અડાલજમાંથી કુખ્યાત આરોપી મુંબઈના બાબુ સોલંકીને દબોચી લીધો હતો. બાબુ સોલંકી શરીફ ખાનનો સાગરિત છે. અને શરીફ ખાન એ દાઉદના ઈશારે કામ કરતો હતો.

વર્ષ 2006માં ખંડણી મુદ્દે શરીફ ખાન અને વહાબ ગેંગ સામ સામે આવી હતી. અને આ મામલામાં પણ બાબુ સોલંકી વોન્ટેડ આરોપી હતી. 10 કરોડ રૂપિયા કઢાવવા માટે બાબુ સોલંકીએ 3 કરોડની ખંડણી લીધી હતી. ISI એજન્ટ સાબિરમીયા સિપાઈની મદદથી રૂપિયા કઢાવવાના હતા. પણ સાબિરમીયાની ધરપકડ બાદ બાબુ સોલંકી ફરાર થયો હતો. બાબુ સોલંકી દાઉદના ઈશારે કામ કરતાં શરીફ ખાનનો સાગરીત છે. શરીફ ખાન સામે ફણ નાર્કોટિક્સ, હથિયારો, ખૂન અને ખંડણીના અસંખ્ય ગુનાઓ નોંધાયેલાં છે.

જણાવી દઇએ, બાબુ સોલંકીની ધરપકડથી ગુજરાત ATSને સતત બીજા દિવસે મોટી સફળતા મળી છે.

ગઇકાલે ATSએ મુંબઈ અંડરવર્લ્ડના કુખ્યાત ગેંગસ્ટર છોટા રાજન ગેંગ સાથે સંકળાયેલા આરોપી હરેશ ગોસ્વામીની ATSની ટીમે અમદાવાદના વસ્ત્રાલમાંથી ધરપકડ કરી હતી. હરેશ ગોસ્વામી લૂંટ ધાડ અને ફાયરિંગ જેવા અનેક ગુનામાં સંડોવાયેલો છે.

હરેશ ગોસ્વામી ગુજરાત અને મહારાષ્ટ્રમાં લૂંટ -ધાડ તથા ફાયરિંગ જેવા ગુના આચરી ચુક્યો છે. વર્ષે 2011માં હરેશ ગોસ્વામીએ સુરતના 80 લાખની હીરાની લૂંટ ચલાવી હતી. તો વર્ષમાં 2017માં ભીલાડ આરટીઓ ચેક પોસ્ટ ઉપર 01 કરોડ 17 લાખની લૂંટને અંજામ આપ્યો હતો.

ATS પીઆઇ જે.એન.ગોસ્વામીને બાતમી મળી હતી કે મુંબઈ અંડરવર્લ્ડના કુખ્યાત ગેંગસ્ટર છોટા રાજન ગેંગ સાથે સંકળાયેલો આરોપી હરેશ ગોસ્વામી વસ્ત્રાલ બાજુ આવવાનો છે, જેના આધારે વોચ ગોઠવી તેની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન