Not Set/ ચૂટણી પહેલા બજેટને લઇને EC એ સરકાર પાસે માંગ્ય જવાબ, વિરોધ પક્ષે કર્યો વિરોધ

નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણી સુધી બજેટને ટાળવાની વિરોધ પક્ષની માંગ પર ચૂંટણી આયોગે સરકાર પાસે જવાબ માંગ્યો છે. ચૂંટણી આયોગ કેબિનેટ સેક્રેટરીને પત્ર લખીને કહ્યુ છે કે, સરકાર 10 જાન્યુઆરી સુધી આના પર પોતાનું વલણ સ્પષ્ટ કરે. જો કે સંસદીય કાર્ય મંત્રાલયે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, બજેટની ટાળી નહિ શકાય. પાંચ રાજ્યોમાં 4 ફેબ્રુઆરીથી […]

Uncategorized
ચૂટણી પહેલા બજેટને લઇને EC એ સરકાર પાસે માંગ્ય જવાબ, વિરોધ પક્ષે કર્યો વિરોધ

નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણી સુધી બજેટને ટાળવાની વિરોધ પક્ષની માંગ પર ચૂંટણી આયોગે સરકાર પાસે જવાબ માંગ્યો છે. ચૂંટણી આયોગ કેબિનેટ સેક્રેટરીને પત્ર લખીને કહ્યુ છે કે, સરકાર 10 જાન્યુઆરી સુધી આના પર પોતાનું વલણ સ્પષ્ટ કરે. જો કે સંસદીય કાર્ય મંત્રાલયે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, બજેટની ટાળી નહિ શકાય.

પાંચ રાજ્યોમાં 4 ફેબ્રુઆરીથી ચૂંટણી શરૂ થવાની છે. વિધાનસભાની ચૂંટણીમાં ઠીક 3 ત્રણ દિવસ સામાન્ય બજેટને લઇને વિરોધ પક્ષોએ ચૂંટણી આયોગને પોતાનો વિરોધ નોધાવ્યો છે. વિરોધ પક્ષોનો આરોપ છે કે, આનાથી કેન્દ્રની સરકારને ફાયદો થશે. ગુરુવારે ઘણા વિરોધ પક્ષોએએ આરોપ લગાવ્યો છે કે, આનાથી કેન્દ્ર સરકારને ફાયદો થઇ શકે છે. ગુરુવારે ઘણા વિરોધ પક્ષી દળોએ આ મામલે ફરિયાદ લઇને ચૂંટણી આયોગે પહોંચ્યા હતા.

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે માંગ કરી છે કે, નિષ્પક્ષ ચૂંટણી માટે બજેટને 8 માર્ચ બાદ રજૂ કરવું જોઇએ. તેમણે જણાવ્યું હતુ કે,31 માર્ચ સુધી ગમે ત્યારે બજેટ રજૂ થઇ શકે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું છે કે, આમામલે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પણ ચિઠ્ઠી લખી છે. તેમણે જણાવ્યું હતું કે, બીજેપીએ 2012 માં એ મુદ્દો ઉઠાવ્યો હતો કે, ચુંટણી દરમિયાન આમ મજેટ રજૂ ના કરવું જોઇએ. અમારું માનવું છે કે, આ સત્તા પક્ષ દ્વારા નક્કી પ્રક્રિયા છે.