Not Set/ જનતાની રક્ષક પોલીસ બની ભક્ષક, સુરતની બેંકમાં પોલીસકર્મીએ કરી ગુંડાગીરી, જુઓ વિડીયો

ભારતભરમાં સમાજના લોકોની રક્ષા કરવા માટે પોલીસને રાખવામાં આવે છે. તેઓ કોઈ પણ સ્થિતિ હોય લોકોની રક્ષા કરવા માટે તૈયાર રહેતા હોય છે, પરંતુ જે પોલીસ કર્મચારીને ગુંડાગર્દીને કડક હાથે ડામવા માટે નિયુક્ત કરવામાં આવે છે, તે જ પોલીસ કર્મચારી લુખ્ખાગીરી પર ઉતરી આવે છે. એવી જ એક ઘટના સુરતમાં બની છે. મળતી માહિતી મુજબ, […]

Gujarat Surat
e9f3f7a814e88ce51d647de2d9663716 જનતાની રક્ષક પોલીસ બની ભક્ષક, સુરતની બેંકમાં પોલીસકર્મીએ કરી ગુંડાગીરી, જુઓ વિડીયો

ભારતભરમાં સમાજના લોકોની રક્ષા કરવા માટે પોલીસને રાખવામાં આવે છે. તેઓ કોઈ પણ સ્થિતિ હોય લોકોની રક્ષા કરવા માટે તૈયાર રહેતા હોય છે, પરંતુ જે પોલીસ કર્મચારીને ગુંડાગર્દીને કડક હાથે ડામવા માટે નિયુક્ત કરવામાં આવે છે, તે જ પોલીસ કર્મચારી લુખ્ખાગીરી પર ઉતરી આવે છે. એવી જ એક ઘટના સુરતમાં બની છે.

મળતી માહિતી મુજબ, સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઘનશ્યામ ભાઈને જાણે કાયદા કાનુન નિયમોનો તેમને જાણે કોઇ જ ડર નથી. હકીકતમાં પોલીસ કર્મચારી બેંકમા જઇ ગુંડાગર્દી કરે છે. ઘનશ્યામ નામના પોલીસ કર્મચારી પોતાને બધાથી ઉપર માને છે, ભલે બેંકનો સમય પુરો થઇ ગયો હોય સાહેબ અને તેના સગા બેંકમાં જાય એટલે કામ તો કરી જ આપવું પડે અને જો કામ ન થાય તો સાહેબ ગુંડાગર્દી પર ઉતરી આવે છે. 

આ દરમિયાન જો કોઇ તેમની ગુંડાગર્દી મોબાઇલમાં કેદ કરે તો તે મહિલા કર્મચારી હોય કે બીજુ કોઇ સાહેબ મારામારી કરતા પણ ખચકાતા નથી.આ જ પ્રકારે પોલીસ કર્મચારી સાહેબ તેમના સગા સાથે કેનેરા બેંક પહોંચ્યા હતા અને સમય પુરો થઇ ગયો હોય કર્મચારીએ પછી આવવા જણાવ્યું હતું, પરંતુ સાહેબને સમય સાથે કોઇ લેવા દેવા નથી. સાહેબનું તો કામ થવુ જોઇએ.જ્યારે બેંક કર્મચારીએ ના પાડી તો સાહેબને ગુસ્સો આવ્યો હતો અને કર્મચારીઓને ધમકાવવા હતા.

બીજી તરફ મહિલા કર્મચારી વીડિયો બનાવવા ગઇ તો તેને માર માર્યો હતો. ત્યારે હવે સવાલ એ થાય છે કે, શું આ પોલીસ વાળો ગુંડો સસ્પેન્ડ થશે.શું મહિલાને ખુલ્લેઆમ માર મારનાર પોલીસ કર્મચારી સામે પગલા લેવાશે.સવાલ એ પણ છે કે, એવું કયુ પીઠબળ છે જે આ રીતે ગુંડાગર્દી કરવાની છુટ આપે છે.જોવાનું રહ્યું કે, પોલીસવાળા સામે કોઈ પગલા લેવાશે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.