Not Set/ જાણો, બે દિવસ દરમિયાન અમદાવાદના આ રુટ રહેશે બંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ શિન્જો આબે બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. જાપાનીઝ પીએમ આબેના બુધવારે બપોરે ૩.૩૦ વાગ્યે અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ઉતરાણ બાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી ભવ્ય રોડ શો યોજાશે જેમાં ૫૦૦૦૦ થી વધુ લોકો હાજર રહેશે. આ ઉપરાંત બંને રાષ્ટ્રપ્રમુખ શહેરના ઐતિહાસિક સ્મારકોની પણ મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન વીવીઆઇપીની […]

Gujarat
BRt521 જાણો, બે દિવસ દરમિયાન અમદાવાદના આ રુટ રહેશે બંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ શિન્જો આબે બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. જાપાનીઝ પીએમ આબેના બુધવારે બપોરે ૩.૩૦ વાગ્યે અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ઉતરાણ બાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી ભવ્ય રોડ શો યોજાશે જેમાં ૫૦૦૦૦ થી વધુ લોકો હાજર રહેશે. આ ઉપરાંત બંને રાષ્ટ્રપ્રમુખ શહેરના ઐતિહાસિક સ્મારકોની પણ મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન વીવીઆઇપીની મુવમેન્ટને લઇ તેમજ સુરક્ષાના કારણોસર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના પાંચ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેથી સામાન્ય લોકોને આવન જાવનમાં મુશ્કેલી ઉભી ન થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા નીચેના રુટ બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી છે.

આ રૃટ બંધ રહેશે :-

૧. એરપોર્ટથી શાહીબાગ સુધીનો આવન-જાવનનો રસ્તો બંધ રહેશે

વૈકલ્પિક રૃટ : એસજી હાઇવે પરથી વૈષ્ણદેવી સર્કલથી, ઝુંડાલ સર્કલથી તપોવન સર્કલથી એપોલો સર્કલથી એસપી રિંગ રોડથી ઇન્દિરાબ્રિજથી હાસોલથી એરપોર્ટ જવાશે.

– દિલ્હી દરવાજાથી નમસ્તે સર્કલથી શાહીબાગ ઓવરબ્રિજથી ઘેવર સર્કલથી મેઘાણીનગરથી મેમ્કોથી નરોડાથી ગેલેક્ષીથી ઇન્દિરાબ્રિજ થઇને જવાશે.

– નાના ચિલોડાથી નોબલનગર ટીથી હાંસોલથી એરપોર્ટ જવાશે.

– કાલુપુરથી મેમ્કો,નરોડા,ઇન્દિરાબ્રીજ એરપોર્ટ જવાશે.

૨. ડફનાળાથી રિવરફ્રન્ટ રોડ, રિવફ્રન્ટ પિકનિક હાઉસ, શિલાલેખ, સુભાષબ્રિજ સર્કલથી         ગાંધીઆશ્રમથી ચંદ્રભાગા બ્રિજ સુધીના બંને તરફના રોડ બંધ

વૈકલ્પિક રૃટ : દિલ્હી દરવાજાથી સાબરમતી તરફ જવા માટે દુધેશ્વરથી દધિચી બ્રિજથી વાડજથી પલક ટીથી પ્રબોધરાવળ સર્કલથી ચિમનભાઇ પટેલ ઓવરબ્રિજથી સાબરમતી જવાશે.

૩. દિલ્હી ચકલાથી ત્રણ ખુણિયા બગીચાથી મીરઝાપુર રોડથી વિજળીઘર સુધીના બંને          તરફના રોડ બંધ રહેશે.

– દિલ્હી ચકલાથી પિત્તળીયા બંબાથી ઘી-કાંટા રોડનો ઉપયોગ થશે.

– દિલ્હી ચકલાથી જોર્ડન રોડથી પ્રેમ દરવાજાથી કાલુપુર રેલવે સ્ટેશનનો ઉપયોગ થશે.

૪-જિલ્લા પંચાયત લાલ દરવાજાથી જીજાભાઇ ચોકથી રૃપાલી સિનેમા કટ સુધીનો માર્ગ બંધ.

– વિક્ટોરીયા ગાર્ડનથી ખમાસાથી ત્રણ દરવાજા,ગાંધીરોડનો ઉપયોગ કરાશે.

– વિકટોરીયા ગાર્ડનથી રિવરફ્રન્ટ રોડનો ઉપયોગ.

૫-નહેરૃબ્રિજના પશ્ચિમ છેડેથી રૃપાલી સિનેમા તરફના બંને રોડ બંધ રહેશે.

– નહેરૃબ્રિજ ચાર રસ્તાથી ટાઉનહોલ ચાર રસ્તાથી એલિસબ્રિજથી રાયખડ તરફના રોડનો ઉપયોગ કરાશે.