Not Set/ જેલથી ઘર સુધી જામીન પર છુટી રેલી કાઢનાર હત્યાનાં ફરાર આરોપીને અંતે પોલીસે દબોચી લીધો

વડોદરા પોલીસની આબરૂના લીરા ઉડાડનાર  હત્યાનો આરોપી આખરે ઝડપાયો છે.  PCBએ હત્યાના આરોપી સૂરજ ઉર્ફે ચુઈની ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા બોટમાં બેસી સવારે 4 વાગ્યે ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને અંતે પોલીસને બદનામી આપનાર આરોપીને પોલીસે દબોચી લીઘો. આપને જણાવી દઇએ કે આ એજ હત્યાનો આરોપી છે જેને જામીન પર છૂટી અને જેલથી પોતાના નિવાસ સ્થાન સુધી ટેકેદારો સાથે ખુલ્લી […]

Gujarat Vadodara
81aac00650b1a731a60757b8d12ddacb જેલથી ઘર સુધી જામીન પર છુટી રેલી કાઢનાર હત્યાનાં ફરાર આરોપીને અંતે પોલીસે દબોચી લીધો

વડોદરા પોલીસની આબરૂના લીરા ઉડાડનાર  હત્યાનો આરોપી આખરે ઝડપાયો છે.  PCBએ હત્યાના આરોપી સૂરજ ઉર્ફે ચુઈની ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા બોટમાં બેસી સવારે 4 વાગ્યે ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને અંતે પોલીસને બદનામી આપનાર આરોપીને પોલીસે દબોચી લીઘો. આપને જણાવી દઇએ કે આ એજ હત્યાનો આરોપી છે જેને જામીન પર છૂટી અને જેલથી પોતાના નિવાસ સ્થાન સુધી ટેકેદારો સાથે ખુલ્લી ગાડીમાં આતંકીત રેલી કાઢી હતી અને પોલીસની આબરુના લીરેલીરા ઉડાવ્યા હતા. હત્યાનાં આરોપી દ્વારા જેલથી ઘર સુઘી રેલી કાઢતા પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી હતી અને ફરિયાદ નોંધવામાં આવતા જ આરોપી છનનન થઇ ગયો હતો. ઘણા દિવસથી ફરાર હત્યાનાં આરોપીને પીસીબીએ રાજપીપળા પાસેથી ઝડપી પાડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews