Not Set/ ઝઘડિયાના ખરચી ગામે જુના ઝગડાની અદાવતમાં થઇ મારપીટ, બંને પક્ષોએ સામસામે નોંધાવી ફરિયાદ

@પ્રકાશ ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ – ભરૂચ  ભરૂચ જીલ્લામાં આવેલા ઝઘડિયા તાલુકામાં ખરચી ગામે ગતરોજ પાંચ વર્ષ જૂના ઝગડા બાબતે મારામારી થઇ હોવાનું સામે આવ્યું છે. જેમાં એકબીજાને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે લઇ જતા બંને પક્ષોના ઈસમો સારવાર  માટે સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા જ્યાં બંને પક્ષો વચ્ચે મારામારી થઇ […]

Gujarat Others
74881c39a86a498b4519aaf072ffb893 ઝઘડિયાના ખરચી ગામે જુના ઝગડાની અદાવતમાં થઇ મારપીટ, બંને પક્ષોએ સામસામે નોંધાવી ફરિયાદ

@પ્રકાશ ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ – ભરૂચ 

ભરૂચ જીલ્લામાં આવેલા ઝઘડિયા તાલુકામાં ખરચી ગામે ગતરોજ પાંચ વર્ષ જૂના ઝગડા બાબતે મારામારી થઇ હોવાનું સામે આવ્યું છે. જેમાં એકબીજાને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે લઇ જતા બંને પક્ષોના ઈસમો સારવાર  માટે સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા જ્યાં બંને પક્ષો વચ્ચે મારામારી થઇ હતી અને ઈજાઓ પહોંચી હતી. ખરચી ગામે ગતરોજ સાંજે થયેલા ઝઘડા ની ફરિયાદી મનિષાબેન વિજયભાઈ પટેલે ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાવી છે જ્યારે ભરૂચ સિવિલ ખાતે થયેલા ઝઘડાની ફરિયાદ પ્રવીણભાઈ સરોજભાઈ વસાવાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.

આ મામલાની પહેલી ફરિયાદ જોઈએ તો, ખરચી ગામે રહેતા મનિષા વિજયભાઈ પટેલ ઘરકામ કરે છે. ગતરોજ સાંજે મનિષાબેનના પતિ વિજયભાઈ પટેલ સાંજના સમયે અંબાજી મંદિર ખાતે બેસવા ગયેલા, ત્યારે મંદિર ખાતે બૂમાબૂમ અને મારામારી થઈ હતી જે જોવા મનિષાબેન ત્યાં ગયા હતા, ત્યારે ખરચી ગામનો અજય સુખદેવભાઈ વસાવા તથા તેની સાથે આવેલા અન્ય ઇસમો વિજયભાઈ સાથે મારામારી કરતા હતા. જેને છોડાવવા મનિષાબેન વચ્ચે પડતાં તેને પણ આંગળીના ભાગે ઇજા થયેલ અને તેમના પતિને ગેબી માર વાગ્યો હતો.

અજય સુખદેવ વસાવા સાથે આવેલા અન્ય ઈસમો વિજયભાઈને મારી જતા જતા તેમને મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત વિજયભાઈ મગનભાઈ પટેલને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ ગયા હતા. મનિષાબેને ઝઘડિયા પોલીસ મથકમાં (૧) અજય સુખદેવભાઈ વસાવા (૨) માણેક બેચરભાઈ વસાવા (૩) પ્રવીણ રમણભાઈ વસાવા (૪) નરેશ રેશમાભાઈ વસાવા (૫) રવિ શરદભાઈ વસાવા તથા અન્ય બીજા બે ઈસમો જેના નામ ખબર નથી તમામ રહે. તળાવ ફળિયું ખરચી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ખરચી ગામની મારામારીની બીજી ઘટનામાં ખરચી ગામે રહેતા પ્રવિણ સરોજભાઈ વસાવા ખેતીકામ કરે છે. ગતરોજ ખરચી ગામ ખાતે વિજયભાઈ મગનભાઈ પટેલના સાથે તેમને મારામારી થયેલ જેમાં પરેશ તથા પ્રવીણને ૧૦૮ એમ્બ્યુલન્સ માં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. તેમની સાથે તેમના સંબંધી સુખદેવ રામુભાઈ વસાવાની ગાડી માં અન્ય ઈસમો સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા. તેઓ જ્યારે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાર્કીંગમાં ગાડી પાર્ક કરી નીચે ઉતરી હોસ્પિટલમાં જતા હતા તે દરમિયાન રાત્રીના દસ વાગ્યાના અરસામાં ત્યાં ખરચી ખાતે થયેલ ઝઘડાના વિજયભાઈ મગનભાઈ પટેલ તથા અન્ય ઈસમો અને મહિલાઓ તેમની પાસે આવી ગમેતેમ અપશબ્દો બોલી અને ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારવા લાગેલો જેમાં વિજયભાઈ મગનભાઈ પટેલનાઓ જોરજોરથી બૂમો પાડી જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી તમને માર ની જરૂર છે તેમ કહી છાતીના ભાગે મોઢાના ભાગે ફેટ મારી દીધી હતી.

જેથી તેમને લોહી નીકળવા લાગેલ અને વધુ ઝપાઝપી થતાં પ્રવીણભાઈ નીચે પડી ગયા હતા તે દરમિયાન તેમને કોઈ અણીદાર વસ્તુ વાગી જતા તેવો ઇજાગ્રસ્ત થયા હતા. નિલેશ રામજીભાઈ વસાવા નામના ઈસમે દોડી જઇ ઈકોગાડી કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ જે ચાલુ કરી અજય સુખદેવભાઈ સાથે જોરથી અથાડી દઇ તેને બંને પગે ઇજા કરેલ અને વિજય મગનભાઈ પટેલ તથા તેની સાથેની ત્રણ મહિલાઓએ સુખદેવની ગાડી પાસે જઈ લોખંડની પ્લેટ અને પથ્થર વડે ગાડીના આગળ પાછળના કાચ ફોડવા લાગેલ તે દરમિયાન પોલીસ ત્યાં આવી જતા તેઓ ત્યાંથી જતા રહ્યા હતા જે બાબતે પ્રવીણ સરોજભાઈ વસાવાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં (૧) વિજય મગનભાઈ પટેલ (૨) હાર્દિક મગનભાઈ પટેલ (૩) હેમંત મગનભાઈ પટેલ (૪) નિલેશ રામજીભાઈ વસાવા (૫) પ્રેમ માસ્ટર નો છોકરો તથા ત્રણ મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ