Not Set/ ડિસા નેશનલ હાઇવે પર કાર અકસ્માતમાં બે બાળકો સહિત 5 લોકોના મોત

ડીસા:  નેશનલ હાઇવે પર કાર ટ્રકની પાછળ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા એક જ પરિવારના બે બાળકો સહિત 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને ડિસા ખાસે હસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પાલનપુરના અંબરનગરમાં રહેતો મેમણ પરીવાર રવિવારે મોડી રાત્રે ઇન્ડિકા કારમાં રાધનપુરથી પાલનપુર જઇ […]

Uncategorized
msid 56726541width 400resizemode 41 1 ડિસા નેશનલ હાઇવે પર કાર અકસ્માતમાં બે બાળકો સહિત 5 લોકોના મોત

ડીસા:  નેશનલ હાઇવે પર કાર ટ્રકની પાછળ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા એક જ પરિવારના બે બાળકો સહિત 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને ડિસા ખાસે હસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પાલનપુરના અંબરનગરમાં રહેતો મેમણ પરીવાર રવિવારે મોડી રાત્રે ઇન્ડિકા કારમાં રાધનપુરથી પાલનપુર જઇ રહ્યો હતો. ત્યારે  ડીસા-ભીલડી હાઇવે પર આખોલ ચાર રસ્તા નજીક કંડલાથી રાજસ્થાન તરફ જતી ટ્રકની પાછળ અચાનક કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બે નાના બાળકો, 1 મહિલા સહિત 5ના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે બેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં.
ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે મૃતકોનું પંચનામુ કરી ડીસા સેવાભાવી મનુભાવી આસનાની દ્વારા લાશોને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી. ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ ટ્રાફિક બંદોબસ્ત જાળવ્યો હતો. અકસ્માત બાદ પાલનપુરથી ભારે મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતાં.