Not Set/ ત્રસ્ત પ્રજાનો અવાજ બહેરા તંત્રના કાન સુધી પહોચશે..? બિસ્માર માર્ગથી પરેશાન જનતા….

ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે માર્ગો બિસ્માર હાલતમાં થઈ ગયા છે. જ્યારે ગોધરા તાલુકાના સારંગપુર ગામમાં કાચો રસ્તો કાદવ કિચ્ચડવાળો હોવાથી ગ્રામજનોને આ રસ્તા ઉપરથી પસાર થવું પણ મુશ્કેલ થયું છે. તેમજ અનેક વાર લોકો કિચ્ચડમાં પગ ખુપી જતા પડી જવાના બનાવો પણ બને છે. તેમજ ગંદકીને કારણે રોગચાળો ફેલાવવાની શકયતા છે. ગામમાં રસ્તા બાબતે અનેક […]

Top Stories Gujarat Others
panchmahal 1 ત્રસ્ત પ્રજાનો અવાજ બહેરા તંત્રના કાન સુધી પહોચશે..? બિસ્માર માર્ગથી પરેશાન જનતા....

ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે માર્ગો બિસ્માર હાલતમાં થઈ ગયા છે. જ્યારે ગોધરા તાલુકાના સારંગપુર ગામમાં કાચો રસ્તો કાદવ કિચ્ચડવાળો હોવાથી ગ્રામજનોને આ રસ્તા ઉપરથી પસાર થવું પણ મુશ્કેલ થયું છે. તેમજ અનેક વાર લોકો કિચ્ચડમાં પગ ખુપી જતા પડી જવાના બનાવો પણ બને છે. તેમજ ગંદકીને કારણે રોગચાળો ફેલાવવાની શકયતા છે. ગામમાં રસ્તા બાબતે અનેક વખત રજૂઆત કરવા છતા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ગ્રામજનોમાં ઉગ્રરોષ ફેલાયો છે. જેથી તંત્ર દ્વારા રસ્તાની સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવામાં  આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ગોધરા તાલુકાના સારંગપુર ગામે રસ્તો ન બનાવતા કાદવ કીચડ વાળા રસ્તાથી રહીશોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલ સારંગપુર ગામમાં રસ્તાઓ ચોમાસાની ઋતુમાં બદતર હાલતમાં જોવા મળ્યા છે.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદ પડતાની સાથે ગામડાઓમા બનેલ રસ્તાઓની હાલત ખૂબજ ખરાબ થઇ ગઇ છે. ચારે તરફ ઊંડા ઊંડા  ખાડાઓ પડી ગયા છે. જેમા વરસાદનુ પાણી ભરાઇ રહેવાથી ગંદકી થાય છે, અને મચ્છર જાની રોગો ફેલાય છે. જેના લીધે રોગચાળો ફાટી નીકળે છે. સાથે ઘણા અકસ્માતો નો પણ ભય રહે છે. પરંતુ સરકારી તંત્રને પણ જાણ કરવા છતા કોઇ ઉકેલ આવતો નથી.

એવો જ એક કિસ્સો સારંગપુર ગામમા બનવા પામ્યો છે. ગામના જાગૃત રહીશો દ્વારા રસ્તાની બિસ્માર બનેલી હાલતને જોઈને કેટલીય વાર ગ્રામ પંચાયતને પણ જાણ કરવામાં આવી છે તેમજ અનેક વખત ઠરાવો પણ કરવામાં આવ્યા હોય અને એ ઠરાવો જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ આપવામાં આવેલ હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપો કરવામાં આવી રહયા છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ ગ્રામસભામા તાલુકા સ્તરે થી તાલુકા વિકાસ અધિકારી થી લઇ ઘણા ઉચ્ચ અધિકારીઓને બોલાવીને એ વિશે ચર્ચા કરવામા આવેલ છતા સરકારી તંત્ર ઉંઘતું હોય તેવું દેખાઈ રહયુ છે. સરપંચના પતિને આ રસ્તાઓ  વિશે પૂછવામા આવતા આ રસ્તો મંજુર થયો છે. પરતુ રસ્તો બનતો નથી તેનાથી ગ્રામજનો નારાજ છે.  આ ગામના ત્રાસીત થયેલ પ્રજાનો અવાજ તંત્ર ના કાન સુધી ક્યારે પહોચશે. આ પ્રશ્ન ગામના લોકો પૂછી રહયા છે

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન