Not Set/ દારુકાંડનો કકડાટ/ શું કિન્નાખોરીનો ભોગ બન્યા મહેસાણા SP…?

ગુજરાતમાં ત્રણ આઇપીએસ અધિકારીની અચાનક ટ્રાન્સફર કરી દેવામાં આવી હોવાનું સામે આવી રહ્યુ છે.  જી હા, પોલીસ બેડામાં સન્નાટો છવાય જાય તેવા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. મહેસાણા SP મનિષ સિંઘની બદલી કરી દેવામાં આવી છે. મનિષ સિંઘને દાહોદ SRPF ગ્રૂપ 4 ખાતે પોસ્ટીંગ આપી દેવામાં આવ્યું છે. તો પોરબંદરનાં SP પાર્થરાજસિંહ ગોહિલની મહેસાણા ખાતે બદલી કરી દેવામાં આવી છે. […]

Gujarat Others
468b8d9b58dd07f1873feb0ce8757ab0 દારુકાંડનો કકડાટ/ શું કિન્નાખોરીનો ભોગ બન્યા મહેસાણા SP...?

ગુજરાતમાં ત્રણ આઇપીએસ અધિકારીની અચાનક ટ્રાન્સફર કરી દેવામાં આવી હોવાનું સામે આવી રહ્યુ છે.  જી હા, પોલીસ બેડામાં સન્નાટો છવાય જાય તેવા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. મહેસાણા SP મનિષ સિંઘની બદલી કરી દેવામાં આવી છે. મનિષ સિંઘને દાહોદ SRPF ગ્રૂપ 4 ખાતે પોસ્ટીંગ આપી દેવામાં આવ્યું છે. તો પોરબંદરનાં SP પાર્થરાજસિંહ ગોહિલની મહેસાણા ખાતે બદલી કરી દેવામાં આવી છે. જ્યારે રાજકોટ ડીસીપી ઝોન 1 – રવિ મોહન સૈનીની પણ બદલી કરી દેવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે.  સૈનીને પોરબંદર ખાતે SP તરીકે નિયુક્તી આપી દેવામાં આવી છે.

મહેસાણામાં દારુકાંડનાં કારણે મહેસાણા SP નો ભોગ લેવાયો છે કે શું..? આ પ્રશ્ન હાલ લોકોમાં અને ખાસ કરીને પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. મહેસાણાનાં SP મનીષ સિંઘની અચાનક બદલીમાં તેમને કડીનો દારૂકાંડ નડી ગયાની ચર્ચા સાંભળવામાં આવી રહી છે. કડી દારુકાંડમાં કરે કોક અને ભોગવે કોક તેવી સ્થિતિ સર્જાતા ચર્ચાનાં વમળો સર્જાયા છે કે, ગોરખધંધા કર્યા પોલીસોએ અને ભોગવવું પડયું SPને. કોઇ પણ કારણે હોય પણ એ વાત પાકી છે કે, મહેસાણા જિલ્લાએ એક અસરકારક પો.અધિકારી ગુમાવ્યા છે.  

આપને જણાવી દઇએ કે, કડી દારુકાંડમાં ફરિયાદી બાબતે પણ ઘણી ચર્ચા જોવામાં આવી રહી છે. મહેસાણાના કડી પોલીસ સ્ટેશન દારૂ કાંડ મામલે કન્ટેઇનમેન્ટ ઝોનમાં ફરજ બજાવતા પ્રહલાદ પટેલને આરોપી બનાવતા વિવાદ સર્જાયો છે. ઉલ્લેખનિય છે કે, એક મહિના પહેલા પ્રહલાદ પટેલની બદલી થઈ ગયા બાદ તે વડનગરમાં ફરજ બજાવતા હતા. વડનગર નોકરી ઉપર હોવા છતાં દારૂ કાંડમાં આરોપી બનાવી દેવાયા હતા. ત્યારે કડીના અગ્રણીઓએ આ મામલે વડાપ્રધાનને 2 હજારથી વધુ ટ્વીટ કર્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે.  અને સીબીઆઈ તપાસની માગણી કરી છે. માંગણી કરતા  જણાવ્યું છે કે, મોટી માછલીઓને બચાવવા નાના કર્મચારીઓનો ભોગ લેવાઈ રહ્યો છે. દારૂ જેના મકાનમાંથી મળ્યો તે પોલીસ કર્મીને આરોપી નથી બનાવવામાં આવ્યો, પરંતુ નિર્દોષ પોલીસ કર્મીને ફસાવી ગુનેગારને બચાવવાનો ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….