Not Set/ દાહોદમાં કોરોનાના 2 દર્દીઓ થયા સાજા, હોસ્પિટલના સ્ટાફે માનભેર વિદાય આપી

કોરોનાના સંકટ વચ્ચે દાહોદથી સારા સમાચાર આવી રહ્યા છે,જ્યાં કોરોનાના 2 દર્દીઓ સાજા થયા છે.. થોડા દિવસ પહેલા ઇન્દોરથી આવેલી 9 વર્ષની બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. બોર્ડર ઉપર સ્ક્રીનીંગ કરતા સમયે લીમડીના રહેવાસી અને ખરજ PHC માં ફરજ બજાવતા જવાનને પોઝિટિવ આવ્યો હતો.  મુસ્કાનને સારવાર આપ્યા બાદ તેનો રીપોર્ટ નેગેટીવ આવતા તેને ઇન્દોર વતન […]

Gujarat Others
e3bdede902d1a30491d98ac2e5ad171b દાહોદમાં કોરોનાના 2 દર્દીઓ થયા સાજા, હોસ્પિટલના સ્ટાફે માનભેર વિદાય આપી

કોરોનાના સંકટ વચ્ચે દાહોદથી સારા સમાચાર આવી રહ્યા છે,જ્યાં કોરોનાના 2 દર્દીઓ સાજા થયા છે.. થોડા દિવસ પહેલા ઇન્દોરથી આવેલી 9 વર્ષની બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. બોર્ડર ઉપર સ્ક્રીનીંગ કરતા સમયે લીમડીના રહેવાસી અને ખરજ PHC માં ફરજ બજાવતા જવાનને પોઝિટિવ આવ્યો હતો. 

મુસ્કાનને સારવાર આપ્યા બાદ તેનો રીપોર્ટ નેગેટીવ આવતા તેને ઇન્દોર વતન મોકલવામાં આવી હતી. દાહોદ માટે આ ખુશીના સમાચાર છે કે જેનાથી સંક્રમણ ફેલાયું હતું, તે પેશન્ટ અને ત્યાર પછી તેનાથી સંક્રમિત થનાર બંને સજા થઈ.પરત ફરયા છે. દાહોદમાં કુલ 4 કેસ હતા, જેમાંથી હાલ બે રિકવર થયા છે અને બીજા બંને પણ રિકવર થાય તેવી આશા છે.  

ચાર દિવસ અગાઉ મુસ્કાનને કોરોના બંને રિપોર્ટ નેગેટિવ આવતા ઇન્દોર વતન મોકલવામાં આવી હતી. જ્યારે બીજો કેસ જે આરોગ્ય કર્મી સબુરભાઈ પણદા હતા, તેમને પણ આજે કોરોનાનો બીજો રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને પણ આજે સાંજે રાજા આપી દેવાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.