Not Set/ ધાનેરા/ રણુંજા પદયાત્રા જઈ રહેલા શ્રદ્ધાળુ પાસેથી અચનાક ગુમ થયો અશ્વ, અને પછી જે થયું એ વાંચી તમે રહી જશો દંગ

ધાનેરાના વાલેર ગામે રામદેવ જતા પદયાત્રી પાસે થી અશ્વ પુન ઘેર આવતા અનેક તર્કવિતર્ક લઈ આકાર રહ્યા છે. વાત શ્રદ્ધાની હોય તો પુરવાની સી જરૂર એ જૂનું થયું કલિયુગ સાબિતી માગી રહ્યો છે. જો વાત રાજસ્થાન સરહદે આવેલા બનાસકાંઠા ધાનેરાની તો ધાનેરા તાલુકાના વાલેર ગામના ઠાકોર હરચંદ ભાઈ ઠાકોરનો પુત્ર 10 દિવસ પહેલા ગામના કેટલાક […]

Gujarat Others
3b3e5fd2df5da2dbbdb866318d20cbed ધાનેરા/ રણુંજા પદયાત્રા જઈ રહેલા શ્રદ્ધાળુ પાસેથી અચનાક ગુમ થયો અશ્વ, અને પછી જે થયું એ વાંચી તમે રહી જશો દંગ

ધાનેરાના વાલેર ગામે રામદેવ જતા પદયાત્રી પાસે થી અશ્વ પુન ઘેર આવતા અનેક તર્કવિતર્ક લઈ આકાર રહ્યા છે. વાત શ્રદ્ધાની હોય તો પુરવાની સી જરૂર એ જૂનું થયું કલિયુગ સાબિતી માગી રહ્યો છે. જો વાત રાજસ્થાન સરહદે આવેલા બનાસકાંઠા ધાનેરાની તો ધાનેરા તાલુકાના વાલેર ગામના ઠાકોર હરચંદ ભાઈ ઠાકોરનો પુત્ર 10 દિવસ પહેલા ગામના કેટલાક યુવાનો સાથે કાપડ માંથી બનાવેલ અશ્વ લઈને બાબા રામદેવના દરબાર એવા રણુંજા પદયાત્રાએ જવા નીકળ્યા હતા, પરંતુ રણુંજાથી થોડાક દૂરથી અચાનક તેમના પાસે થી અશ્વ ગાયબ થઈ ગયો.

જણાવીએ કે, જ અશ્વ કુદરતી રીતે પોતાના ઘેર વાલેર ગામે સવારે 4 વાગે આવી ગયા નો પરિવાર ના વડીલ એવા હરચંદ ભાઈ ઠાકોર અને તેમના પરિવારે દાવો કરતા સમગ્ર તાલુકાની જનતા વાલેર ગામે દોડ મૂકી છે.

મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તેમના પુત્ર જે અશ્વ લઈ ને ગયા હતા તે જ અશ્વ પરત આવ્યો છે જે બાબા રામદેવ નો પરચો અને કૃપા થયા ની વાત દોહરાવી છે બીજી તરફ કોરોના જેવી મહામારી હોવા છતાં પણ લોકો માસ્ક અને સોસીયલ ડિસ્ટન રાખ્યા વિના લોકો ના ઘોડાપુર ઉમટ્યા છે. ત્યારે ધાનેરા તંત્ર ને જાણ કરતા સમગ્ર બાબતે તપાસ કરી નિવેદન આપવાની વાત કરી રહ્યું છે પણ ઘટના ને લઈ સવાલો પણ અનેક તર્કવિતર્ક ઉપજાવી રહ્યા છે.

ખરેખર આ જ અશ્વ આવ્યો કે સમગ્ર બનાવટી મામલો ઉભો કર્યો છે ?

ભગવાન નો ખરેખર અશ્વ આવ્યો છે કે આસ્થાના નામે કઈક રધાઈ રહ્યું છે ?

સમગ્ર મામલે ગામલોકો ખોલી ને કેમ કઈ વાત કરતા નથી કે ટોળા ની હા માં હા પોરવી રહ્યાં છે ગામલોકો ?

કોરોના જેવી મહામારી માં ભગવાન ના નામે મેળાવડા કે સોસીયલ ડિસ્ટન અને માસ્ક બાબતે બેદરકારી કેમ ?

અગાઉ પણ  ધર્મ ના નામે અનેક ધતિગ બહાર આવી ચુક્યા છે ત્યારે આ મામલે તંત્ર ક્યારે પાડશે ફોડ ?

સત્ય હોય તો બનશે શ્રદ્ધાની વિષય બાકી કઈક અલગ ઘટના હશે તો કેવા લેવાશે પગલાં ?

ધાર્મિકતા નામ પર અગાઉ પણ અનેક કિસ્સા ઓ સામે આવી ચુક્યા છે  જેમ કે ઢબુડી માતા. આશારામ હોય  કે અન્ય સાધુ ના વિવાદિત કિસ્સા હોય જેમાં લોકો ની આસ્થા સામે ખીલવાડ થતું જ જોવા મળતું હોય છે જેમાં ધર્મ ના નામે ધતીગ જ બહાર આવ્યા છે ત્યારે આવી ઘટના ને તંત્ર એ ગંભીરતા થી લેવાની જરૂર છે ને લોકો સમક્ષ સાચી વાત રજૂ કરવા આગળ આવવાની જરૂર છે  જેથી લોકો ની ધર્મ પરતે ની આસ્થા સદાય માટે જળવાઈ રહે અને ખોટી વાત કરતા યા ધર્મ ના નામે ધતીગ કરતા અનેક લોકો ખુલ્લા પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.