Not Set/ ધોનીને વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરતા જોઇ આશ્ચર્યમાં આવી ગયો ઈરફાન પઠાન

  ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝનને હવે બે અઠવાડિયા કરતા પણ ઓછો સમય બાકી છે. આ વર્ષે કોવિડ-19 રોગચાળાને કારણે આઈપીએલ સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) માં 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઇ રહ્યુ છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાવાની છે. આ ક્ષણે તમામ ટીમો સખત ટ્રેનિંગ કરી […]

Uncategorized
919dc3ebcc1ef6a75547225bc533cf4a ધોનીને વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરતા જોઇ આશ્ચર્યમાં આવી ગયો ઈરફાન પઠાન
 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝનને હવે બે અઠવાડિયા કરતા પણ ઓછો સમય બાકી છે. આ વર્ષે કોવિડ-19 રોગચાળાને કારણે આઈપીએલ સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) માં 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઇ રહ્યુ છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાવાની છે. આ ક્ષણે તમામ ટીમો સખત ટ્રેનિંગ કરી રહી છે, આ દરમિયાન, સીએસકે નાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પ્રેક્ટિસ સેશનમાં કંઈક એવુ કર્યું હતું, તે જોતા ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ આશ્ચર્ય થઇ ગયો છે.

ટ્રેનિંગ દરમિયાન ધોની વિકેટકીપિંગને પ્રેક્ટિસ કરતા જોઈને ઈરફાન એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો છે, અને કહ્યું કે આ પહેલા તેણે આવુ જોયું નથી. ગયા વર્ષે 2019 વર્લ્ડ કપમાં ધોનીએ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ધોની ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલ રમ્યા બાદથી સ્પર્ધાત્મક ક્રિકેટથી દૂર રહ્યો છે. આઈપીએલ પહેલા ગત મહિનાની 15 મી તારીખે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ધોની મેચ પહેલા ઘણી વખત બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે, પરંતુ તેને વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરતા જોવા ઘણો અલગ અનુભવ છે.

આ પણ વાંચો – દેશમાં ભૂકંપનો દૌર યથાવત, હવે આ વિસ્તારમાં આવ્યો ધરતીકંપ

સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીત દરમિયાન ઇરફાન પઠાણે કહ્યું કે, ‘અમે કેટલાક નવા વિઝ્યુઅલ્સ જોયા, જેમાં ધોની વિકેટકીપિંગ કરી રહ્યો છે. તે ક્યારેય બન્યું નથી, આ કંઈક નવું છે, કારણ કે મેં તેની સાથે ઘણા વર્ષોથી ક્રિકેટ રમી છે, ભારતીય ટીમ માટે અને આઈપીએલમાં સીએસકે માટે પણ, મેં તેને ક્યારેય વિકેટકીપિંગ કરતા જોયો નથી. પઠાણે વધુમાં કહ્યું કે, “તેનુ કારણ એ છે કે તેણે લાંબા સમયથી ક્રિકેટ રમી નથી.” મને લાગે છે કે ટીમમાં કેટલાક લેગ સ્પિનરો છે, કદાચ તેઓ તે જોવા માંગે છે કે તેઓ કેવી બોલિંગ કરે છે, પરંતુ તે જોઇને સારુ લાગ્યુ કે તે વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે. પઠાણે કહ્યું, ‘સારી બાબત છે કે પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે અને આશ્ચર્યજનક વાત નથી કે ચાહકો તેમને જોવા માટે એકઠા થઈ રહ્યા છે. આ ઘણા વર્ષોથી થઈ રહ્યું છે. કોવિડ છે પરંતુ હજી પણ લોકો ધોનીને જોવા માટે આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.