Not Set/ નેપાળ PM નાં વિવાદિત નિવેદન પર સત્તાધારી પાર્ટીનાં નેતાઓએ રાજીનામાંની કરી માંગ

વડા પ્રધાન કેપી શર્મા ઓલીની વિવાદિત ટિપ્પણી માટે સત્તાધારી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીનાં ટોચનાં નેતાઓએ મંગળવારે રાજીનામું આપવાની માંગ કરી હતી. ઓલીએ તાજેતરમાં કહ્યું હતું કે, નેપાળનાં નવા રાજકીય નકશાનાં પ્રકાશન પછી તેને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બાલૂવાટરમાં વડા પ્રધાનનાં સત્તાવાર નિવાસ સ્થાને શાસક પક્ષની સ્થાયી સમિતિની બેઠક શરૂ થતાં જ પૂર્વ વડા […]

World
185223794013c2d7a1384972af9a52b8 નેપાળ PM નાં વિવાદિત નિવેદન પર સત્તાધારી પાર્ટીનાં નેતાઓએ રાજીનામાંની કરી માંગ

વડા પ્રધાન કેપી શર્મા ઓલીની વિવાદિત ટિપ્પણી માટે સત્તાધારી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીનાં ટોચનાં નેતાઓએ મંગળવારે રાજીનામું આપવાની માંગ કરી હતી. ઓલીએ તાજેતરમાં કહ્યું હતું કે, નેપાળનાં નવા રાજકીય નકશાનાં પ્રકાશન પછી તેને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

બાલૂવાટરમાં વડા પ્રધાનનાં સત્તાવાર નિવાસ સ્થાને શાસક પક્ષની સ્થાયી સમિતિની બેઠક શરૂ થતાં જ પૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડએ રવિવારે વડા પ્રધાને કરેલી ટિપ્પણી માટે તેમની ટીકા કરી હતી. તેમણે કહ્યું, “ભારત તેમને હટાવવાનું કાવતરું ઘડી રહ્યું છે, વડા પ્રધાનની આ ટિપ્પણી રાજકીય રીતે યોગ્ય નથી કે રાજદ્વારી પણ યોગ્ય નથી.” તેમણે ચેતવણી આપી, “વડા પ્રધાન દ્વારા આવા નિવેદનો આપવાથી પડોશી દેશ સાથેનાં આપણા સંબંધો બગડી શકે છે.” વડા પ્રધાન ઓલીએ રવિવારે કહ્યું હતું કે તેમને દૂર કરવા “દૂતાવાસો અને હોટલો” માં અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે. તેમણે કહ્યું કે નેપાળનાં કેટલાક નેતાઓ પણ આમાં સામેલ છે. એક વરિષ્ઠ નેતાએ પ્રચંડને ટાંકીને કહ્યું કે વડા પ્રધાન દ્વારા પડોશી દેશ અને પોતાના પક્ષનાં નેતાઓ પર દોષારોપણ કરવા યોગ્ય નથી.

તેમણે કહ્યું કે, પ્રચંડ સિવાય વરિષ્ઠ નેતા માધવકુમાર નેપાળ, ઝાલાનાથ ખનલ, ઉપાધ્યક્ષ બમદેવ ગૌતમ અને પ્રવક્તા નારાયણકાજી શ્રેષ્ઠે વડા પ્રધાનને પુરાવા આપવા અને તેમના આક્ષેપો અંગે રાજીનામું આપવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે, આવી ટિપ્પણી કરવા માટે વડા પ્રધાને નૈતિક ધોરણે રાજીનામું આપવું જોઈએ. જોકે, બેઠકમાં હાજર વડાપ્રધાને કોઈ ટિપ્પણી કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.