Not Set/ પાછલા 24 કલાકમા વિશ્વભરમાં કોરોનાનાં નવા 3.43 લાખ કેસ, તમામ રેકોર્ડ તૂટ્યાં

વિશ્વભરમાં કોરોનાનો સૌથી મોટો ભરડો હાલ નોંધાવામાં આવ્યો છે. જે વિશ્વભર માટે ચિંતાનો વિષય કહી શકાય તેવું છે. જી હા, છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં સંક્રમણનાં તમામ રોકર્ડ તૂટ્યાં છે. વિશ્વભરમાં કોરોનાનાં નવા 3.43 લાખ કેસ નોંધવામાં આવ્યા છે. અત્યાર સુધીનો આ સૌથી મોટો ઉછાળો છે. આ સંક્રમણનાં આંકડા વિશ્વનાં અનેક દેશ માટે લાલબતિ સમાન કહી શકાય કારણ કે, આના માટે અનેક […]

World
547d7bcdb3de781122bbeb26b65b6ffc પાછલા 24 કલાકમા વિશ્વભરમાં કોરોનાનાં નવા 3.43 લાખ કેસ, તમામ રેકોર્ડ તૂટ્યાં

વિશ્વભરમાં કોરોનાનો સૌથી મોટો ભરડો હાલ નોંધાવામાં આવ્યો છે. જે વિશ્વભર માટે ચિંતાનો વિષય કહી શકાય તેવું છે. જી હા, છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં સંક્રમણનાં તમામ રોકર્ડ તૂટ્યાં છે. વિશ્વભરમાં કોરોનાનાં નવા 3.43 લાખ કેસ નોંધવામાં આવ્યા છે. અત્યાર સુધીનો આ સૌથી મોટો ઉછાળો છે. આ સંક્રમણનાં આંકડા વિશ્વનાં અનેક દેશ માટે લાલબતિ સમાન કહી શકાય કારણ કે, આના માટે અનેક રાષ્ટ્રોમાં કોરોનાનો સેકન્ડવેવ કારણભૂત ગણવામાં આવી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, સેકન્ડવેવની લહેર યુરોપમાં ફરી વળી હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. રશિયામાં પણ કોરોનાનાં કેસમાં સતત વધારો જોવામાં આવી રહ્યાં છે. 

આપને જણાવી દઇએ કે, વિશ્વમાં 24 કલાકમાં અત્યાર સુધીનાં રેકોર્ડ બ્રેક  3.47 લાખ નવા કેસ નોંધાયા છે. અમેરિકામાં 24 કલાકમાં નવા 55 હજાર કેસ નોંધવામાં આવ્યાં છે. બ્રાઝિલમાં નવા 27 હજાર કેસ નોંધાયા સાથે વિશ્વમાં કુલ કેસનો આંક 3.67 કરોડ પર પહોંચી ગયો છે. 

બીજી તરફ કહેવામાં આવી રહ્યું છે કે, વિશ્વમાં કોરોના કેસોમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી ભારતની વાત કરવામાં આવે તો, દેશમાં ફરી રિકવરી રેટમાં ઉછાળો જોવામાં આવી રહ્યો છે. દેશમાં 24 કલાકમાં નવા 70 હજાર કેસ નોંધવામાં આવ્યાની સામે દેશમાં 24 કલાકમાં 78 હજાર દર્દી રિકવર કરાયા છે. દેશમાં કુલ કેસનો આંક 69 લાખને પાર પહોંચ્યો છે, જ્યારે દેશમા હાલ 8.93 લાખ એકટિવ કેસ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews