Not Set/ પાટણ/ પૂર્વ સાંસદ લીલાધર વાઘેલાનું  87 વર્ષની વયે નિધન

પાટણમાં પાંચવાર MLA અને એક વખત સાંસદ રહેલા પીઢ નેતા લીલાધર વાઘેલાનું 87 વર્ષની વયે નિધન થયું છે. પૂર્વ સાંસદ અને ધારાસભ્ય લીલાધર વાઘેલાએ પોતાના પુત્રના ઘરે ડીસા ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.  લીલાધર વાઘેલા રાજકારણીની સાથે ઠાકોર સમાજના એક દિગ્ગજ નેતા હતા.  આપને જણાવી દઈએ કે,ગુજરાત સરકારમાં ત્રણ વખત મંત્રી રહી ચૂકેલા લીલાધર વાઘેલા […]

Gujarat Others
0ffd02671ba3cf09662e922450eea594 પાટણ/ પૂર્વ સાંસદ લીલાધર વાઘેલાનું  87 વર્ષની વયે નિધન

પાટણમાં પાંચવાર MLA અને એક વખત સાંસદ રહેલા પીઢ નેતા લીલાધર વાઘેલાનું 87 વર્ષની વયે નિધન થયું છે. પૂર્વ સાંસદ અને ધારાસભ્ય લીલાધર વાઘેલાએ પોતાના પુત્રના ઘરે ડીસા ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.  લીલાધર વાઘેલા રાજકારણીની સાથે ઠાકોર સમાજના એક દિગ્ગજ નેતા હતા. 

આપને જણાવી દઈએ કે,ગુજરાત સરકારમાં ત્રણ વખત મંત્રી રહી ચૂકેલા લીલાધર વાઘેલા છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. લીલાધર વાઘેલાના અંતિમ સંસ્કાર પાટણના તેમના વતન એવા પીમ્પળ ગામ ખાતે કરવામાં આવશે. આ માટે તેમના પાર્થીવ દેહને તેમના ગામ ખાતે લઇ જવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ તેમના નિધનથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે.

ઉલ્લેખનીય છે કે, ડીસા વિધાનસભાની 2007ની ચૂંટણીમાં ભીલડી નજીક આવેલા શેરગઢ ગામે આદર્શ આચારસંહિતાનો ભંગ કરી ચૂંટણી પ્રચાર કરી રહેલા લીલાધર વાઘેલા સામે ભીલડી પોલીસ મથકમાં 7 ડિસેમ્બર ના રોજ ફરિયાદ નોંધાઇ હતી. જે કેસ ડીસાની કોર્ટ માં બોર્ડ પર આવતા લીલાધર વાઘેલાએ વકીલ મારફતે કેસને ડિસ્ચાર્જ કરવા માટેની અરજી કરી હતી. જે કેસ બીજા એડિશનલ ચીફ જ્યુડીશીઅલી મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા અને તપાસ કરતા તેમજ આરોપીના વકીલની દલીલને ધ્યાને લઇ કોઈ પુરાવાના મળતા જજ પી. કે.ખાનચંદાનીએ તેમની અરજીને ગ્રાહ્ય રાખી કેસ ફરિયાદ કાઢી નાખી હતી

લીલાધર વાઘેલાનો જન્મ 17મી ફેબ્રુઆરી 1935ના રોજ મહેસાણાના ચાણસ્મા તાલુકાના પીમ્પળ ગામ ખાતે થયો હતો. તેમણે બી.એ., બી.એડનો અભ્યાસ કર્યો હતો. તેમણે પોતાના કારકિર્દીની શરૂઆત ખેડૂત, સામાજિક કાર્યકર અને પત્રકાર તરીકે કરી હતી. 2018ના વર્ષમાં ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને એક રખડતી ગાયે તેમના પર હુમલો કર્યો હતો. જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. તેઓએ પાંચ વર્ષ સુધી શિક્ષક તરીકે પણ નોકરી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.